Rajkot Medicine Theft Case: Wife of Rajkot Bogus Doctor Shyam Rajani Karishma Arrested
  • Home
  • Featured
  • બોગસ ડોક્ટર શ્યામ રાજાણી કેસનું પગેરું પૂર્વ પત્ની સુધી પહોંચ્યું, કરિશ્માની ધરપકડ

બોગસ ડોક્ટર શ્યામ રાજાણી કેસનું પગેરું પૂર્વ પત્ની સુધી પહોંચ્યું, કરિશ્માની ધરપકડ

 | 9:52 am IST

રાજકોટમાં ખૂબ જ વિવાદિત રહેલા બોગસ ડોક્ટર શ્યામ રાજાણીના કેસમાં હવે બોગસ ડોક્ટરની પૂર્વ પત્ની કરિશ્માની ધરપકડ કરી લેવામાં આવી છે. રાજકોટના બોગસ ડોક્ટરની પૂર્વ પત્ની કરિશ્મા છેલ્લા ઘણા સમયથી બેંગલુરુમાં એકલી રહેતી હતી. તમને જણાવી દઇએ કે, શ્યામ રાજાણીની હોસ્પિટલમાં તપાસ કરતા તેમાંથી સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં ડોક્ટરની પૂર્વ પત્નીની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. આ મામલે જિલ્લા આરોગ્ય શાખાના અધિકારીઓએ પોલીસ ફરિયાદ કરી હતી.

બોગસ ડોક્ટર શ્યામ રાજાણીના કેસમાં ડોક્ટરની પૂર્વ પત્ની કરિશ્મા વિશે વાત કરીએ તો, ડોક્ટરની પૂર્વ પત્ની કરિશ્મા 2016ના વર્ષમાં મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ પર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતી હતી. તે દરમિયાન સરકારી દવા રાખવાના વેરહાઉસમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ મામલે બોગસ ડોક્ટર શ્યામ રાજાણીના પિતાની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા વિવાદમાં રહેલો રાજકોટ શહેરના કુવાડવા રોડ પરની લાઇફ કેર હોસ્પિટલના નકલી ડોક્ટર શ્યામ રાજાણીના પ્રકરણમાં તપાસનો રેલો તેની પૂર્વ પત્ની સુધી પહોંચ્યો હતો. હોસ્પિટલમાં પાડેલી રેડ દરમિયાન મળેલી સરકારી દવા મનપાની હોવાનું ખૂલ્યું હતું. આ દવા શ્યામની પૂર્વ પત્ની કરિશ્મા લઇ આવ્યાના પુરાવા મળતાં પોલીસે તેની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન