Rajkot Mla Arvind Raiyani Audio Clip Viral In Social Media
  • Home
  • Featured
  • રાજકોટના આ ધારાસભ્યની વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ વાયરલ, કહ્યું-‘હવે મારે ભાજપમાં…’

રાજકોટના આ ધારાસભ્યની વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ વાયરલ, કહ્યું-‘હવે મારે ભાજપમાં…’

 | 4:47 pm IST

રાજકોટમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ઓડિયો ક્લીપ વાયરલ થઇ રહી છે. જેમા તેઓ બારતીય જનતા પાર્ટીને બેફામ ગાળો ભાંડી રહ્યા છે. આ ઓડિયો ક્લિપમાં અરવિંદ રૈયાણી એવું કહી રહ્યા છે કે,’ભાજપમાં રહેવું જ નથી’. આ ઓડિયો ક્લિપમાં રૈયાણી કોઇ સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમને સાફ કહી રહ્યા છે કે, મારે ભાજપા સાથે દુખી થઇ રહેવું નથી. ત્યાં જ સામેવાળા ભાઇ તેમને મનવતા હોય તેવું લાગી રહ્યું છે. આ કોઇ પ્રથમવાર નથી જ્યારે રૈયાણી વિવાદોમાં સપડાયા હોય આ પહેલા પણ રૈયાણીએ લોકેને ચર્ચા કરવા મજબૂર કર્યા છે.

લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી માતાજીના માંડવામાં ડાકલાના તાલે પોતાને સાંકળ મારી રહ્યા હોય તેવું સામે આવ્યું હતુ. રૈયાણીનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો.

ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સતત વિવાદમાં રહે છે તે કોઇ નવી વાત નથી. ધારાસભ્ય રૈયાણી અને તેના સાગરીતોના ત્રાસથી રાજકોટમાં રહેતો એક પરિવાર પોતાના દીકરાની જાન સાથે કોર્પોરેશન અને પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યો હતો. રૈયાણીએ સોસાયટીના મેઈન ગેટને દૂર કરવા માટે રૂપિયા 10 લાખની માંગ કરી તેવો આક્ષેપ આ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન