રાજકોટ: મોબાઇલની ચીલ ઝડપ, લૂંટારા CCTVમાં કેદ જુઓ video - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • રાજકોટ: મોબાઇલની ચીલ ઝડપ, લૂંટારા CCTVમાં કેદ જુઓ video

રાજકોટ: મોબાઇલની ચીલ ઝડપ, લૂંટારા CCTVમાં કેદ જુઓ video

 | 11:47 am IST

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધતુ જાય છે. તાજેતરમાં ચેન સ્કેનીગના બનાવોમાં વધારો થયો છે. પણ જનતા જાગૃત થતા હવે ઘણા ખરા લોકો ગળામાં ચેન પહેરતા નથી અને જો પહેરે છે તો ખોટી હોય છે. પણ મોબાઇલ ફોન તો હવે જીવનનો એક ભાગ બની ગયો છે. તાજેતરમાં લગભગ બધા પાસે મોબાઇલફોન હોય જ છે. મોબાઇલફોનના ભાવ પણ વધ્યા છે અને અવનવા ફોન માર્કેટમાં આવવા લાગ્યા છે. જેથી મોબાઇલની ચીલ ઝડપ પણ વધી છે.

રાજકોટના જેતપુર હાઇવે પર મોબાઇલની ચીલ ઝડપ કરવામાં આવી છે. બાઈક પર બેસેલા યુવાનના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ કરવામાં આવી છે.અજાણ્યા ઈસમો બાઈક પર આવી મોબાઈલની લૂંટ કરતા CCTVમાં કેદ થયા છે. શહેરમાં અત્યાર સુધી 4થી 5 મોબાઇલની ચીલઝડપ થઇ ચુકી છે. આ ઘટના CCTVમાં કેદ થતા તેનો વીડિયો વાઇરલ થયો છે અને વીડિયોના આધારે પોલીસ પણ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરી રહી છે.