NIFTY 10,086.60 +7.30  |  SENSEX 32,241.93 +55.52  |  USD 64.1150 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટ મ્યુનિ. હવે વેસ્ટ કચરામાંથી ઉત્પન કરશે ગેસ અને વિજળી, જાણો કેવી રીતે ?

રાજકોટ મ્યુનિ. હવે વેસ્ટ કચરામાંથી ઉત્પન કરશે ગેસ અને વિજળી, જાણો કેવી રીતે ?

 | 3:30 pm IST

રાજકોટ મહાનગરપાલીકા હવે વેસ્ટ કચરાનો ઉપયોગ કરીને મિથેનગેસ અને વિજળી ઉત્પન કરશે. રૂ 1.10 કરોડનાં ખર્ચ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનાં સહિયોગથી તૈયાર કરવામાં આવેલા બાયોમિથેનેશન ગેસ પ્લાન્ટનું આજે રાજકોટનાં મેયરનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે રાજકોટ મહાનગરપાલીકા વેસ્ટ કચરામાંથી પણ કમાણી કરશે.

રાજકોટ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે ક્લિન સિટી બનાવવું જરૂરી છે. જેના માટે રાજકોટ મહાનગરપાલીકાએ એક નવો કિમિયા અજમાવ્યો છે. રાજકોટ શહેરની શાકમાર્કેટમાંથી નિકળતો કચરો, રેસ્ટોરન્ટોમાંથી નિકળતો એઠવાડ અને માલધારીઓનાં પશુઓનું ગોબર હવે શહેરમાં જોવા નહિં મળે. કારણ કે, આ તમામ કચરામાંથી રાજકોટ મહાનગરપાલીકા હવે મિથેન ગેસ અને વિજળી ઉત્પન કરશે. જીહા, રાજકોટનાં 80 ફુટ રોડ પર રાજકોટ મહાનગરપાલીકા અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનાં સહિયોગથી બાયોમિથેનેશન ગેસ પ્લાન્ટ 1.10 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. જેનું આજે રાજકોટનાં મેયર અને સાંસદ મોહન કુંડારીયાનાં હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટનાં મેયર જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વેસ્ટમાંથી બેસ્ટ એવો પ્લાનટમાંથી રાજકોટને મિથેન ગેસ, વિજળી અને ખાતર મળશે. જેમાં 300 યુનિટ વિજળી અથવા તો 300 ધનમિટર ગેસ મળી રહેશે.

બાયોમિથેનેશન ગેસ પ્લાન્ટ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનાં વૈજ્ઞાનિકોની મહેનતથી તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં દરરોજનો 5 ટન કચરામાંથી 300થી 400 ઘનમિટર મિથેન ગેસ ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરનાં વૈજ્ઞાનિક ડો. એસ. બી.ઘોસે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટમાં ચાર અલગ અલગ યુનિટ છે જેમાં પ્રિ-ડાયજેસ્ટ, મેઇન ડાયજેસ્ટ, ગેસ માટે બલુન અને ગેસ જનરેટર. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે, એઠવાડ, શાકભાજીનો કચરો અને ગોબર તમામ ભીની વસ્તુઓ આ પ્લાન્ટમાં નાખીને ગેસ ઉત્પન કરી શકાય છે. જેનાં માટે એરોબિક ડાયજેસ્ટ અને એનએરોબિક ડાયજેસ્ટનો ઉપયોગ કરી શકાય છે.