Rajkot Municipal Corporation Controversial Board over Garbage Rules
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Jamnagar
  • રાજકોટવાસીઓ હવે રસ્તા પર કચરો ફેંક્યો તો નોંધાશે દુષ્કર્મની ફરિયાદ! જાણો શું છે હકીકત

રાજકોટવાસીઓ હવે રસ્તા પર કચરો ફેંક્યો તો નોંધાશે દુષ્કર્મની ફરિયાદ! જાણો શું છે હકીકત

 | 6:41 am IST
  • Share

રાજકોટમાં દુધસાગર રોડ પર આવેલી શાળા નં-૬૬ની બહાર જાહેરમાં કચરો ફેકતા અને ન્યુસન્સ ફેલાવતા પોઈન્ટ પર મનપાના અધિકારી અને શાસકોએ કચરો ફેંકનાર પર દુષ્કર્મની કલમ લાગશે તેવું બોર્ડ મુકીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે.રાજકોટમાં દુધસાગર રોડ પર આવેલી શાળા નં-૬૬ની બહાર જાહેરમાં કચરો ફેકતા અને ન્યુસન્સ ફેલાવતા પોઈન્ટ પર મનપાના અધિકારી અને શાસકોએ કચરો ફેંકનાર પર દુષ્કર્મની કલમ લાગશે તેવું બોર્ડ મુકીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. તો એનવાયરમેન્ટ ઈજનેરે પેઈન્ટરે કે બુથ લેવલેથી લખવામાં ભૂલ થઈ હોય પેઈન્ટરે જીપીએમસીના બદલે આઈપીસી એક્ટ લખ્યું હોવાનું કહી લુલો બચાવ કર્યો છે.

રાજકોટના દુધસાગર રોડ પર આવેલી શાળા નં-૬૬ની પાસે આવેલા શૌચાલય પાસે જો કોઈ રાહદારી કે આસપાસ રહેતા રહીશો દ્વારા જો ફેંકવામાં આવશે તો તેના પર આઈપીસી એક્ટ ૩૭૬ મુજબ દુષ્કર્મનો ગુનો નોંધીને મનપા કાર્યવાહી કરશે. આ પ્રકારનું બોર્ડ મનપા દ્વારા લગાવવામાં આવ્યું હતું. જો કે આ બોર્ડ ત્યાં જતા રાહદારીઓને ઉડીને આંખે વળગતા બોર્ડ જોઈને મનપાના શાસકો અને અધિકારીઓ ઉપર હાસ્ય કરી રહ્યાં છે. સામાન્ય રીતે નગરપાલિકામાં જીપીએમસી એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ અહીં તો ખુદ મનપાના અધિકારીઓ અને શાસકોએ જ આઈપીસી એક્ટ હેઠળ ગુનો નોંધવાનું બોર્ડ મુકતા ચકચાર ફેલાઈ છે.

રાજકોટ મહાનગરપાલીકાએ દુધ સાગર રોડ પર આવેલી શાળા નંબર ૬૬ની બહાર શૌચાલય પાસે આવું બોર્ડ લગાવ્યું છે. જેમાં તેમને લખ્યું હતું કે, કચરો ફ્ેંકનાર સામે આઇપીસી કલમ ૩૭૬ મુજબ કાનુની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ બોર્ડનો અહેવાલ સંદેશ ન્યુઝે પ્રસારીત કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને બોર્ડ પરથી કલમ ૩૭૬ ભુસી દેવામાં આવી હતી અને જી.પી.એમ.સી એક્ટની કલમ ૩૭૬ કરી દેવામાં આવ્યું હતું. વિપક્ષના ઉપનેતા મનસુખ કાલરીયાએ જણાવ્યુું કે, રાજકોટ મહાનગરપાલિકાએ બુદ્ધિનું દેવાળું ફૂંકી દુષ્કર્મની કલમનો ઉલ્લેખ કર્યો છે. વધુમાં તેને અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ ગણાવીને વખોડયું હતું. તો બીજી તરફ્ અધિકારીએ પણ ભૂલને સ્વીકારી હતી.

આ સમગ્ર બનાવ અંગે મનપાના પર્યાવરણ ઈજનેરે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, બૂથ લેવલે કે જ્યારે બોર્ડમાં લખાણ કરવામાં આવ્યું હોય તેવા સમયે પેઈન્ટર દ્વારા આ પ્રકારની ભૂલ થઈ હોવાની શક્યતા છે.
જો કે સવાલ એ છે કે, રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આ પ્રકારની ઘોર બેદરકારી સામે આવી છે. એટલું જ નહિં રાજકોટ મહાનગરપાલીકાનાં મ્યુનિસિપલ કમિશ્નરના આદેશથી બોર્ડ મુકવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે સ્થાનિક લોકો પણ આ બોર્ડ વાંચીને આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા.

આ વીડિયો પણ જુઓઃ મોડાસાની દિકરીને ન્યાય અપાવવા  લોકો રસ્તા પર ઉતર્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન