લો કર લો બાત: રાજકોટ મહાપાલિકાએ ઓવરબ્રીજના પીલર વેચવા કાઢયા - Sandesh
  • Home
  • Gujarat
  • લો કર લો બાત: રાજકોટ મહાપાલિકાએ ઓવરબ્રીજના પીલર વેચવા કાઢયા

લો કર લો બાત: રાજકોટ મહાપાલિકાએ ઓવરબ્રીજના પીલર વેચવા કાઢયા

 | 7:19 am IST

રાજકોટમાં એક અનોખો પ્રોજેકટ શરૂ થતાં પહેલા જ સંકેલાઈ ગયો છે. મહાપાલિકાએ ટ્રાફિક સર્કલો બાદ બ્રિજના પીલરોનો પીપીપીના ધોરણે વિકાસ કરવા આયોજન ઘડયું હતુ. કેકેવી ચોકમાં ઓવરબ્રિજના પીલરોમાં વર્ટીકલ ગાર્ડનિંગનું ટ્રાયલ થયું પરંતુ અચાનક તેના સ્થાને જાહેરાતના પાટીયા લાગી ગયા છે.

આ સમગ્ર ઘટનાક્રમ અંગે સંબંધિત અધિકારીઓએ મ્હો સીવી લીધા છે અને પોતે કંઈ જાણતાં ન હોવાનું અને ઉપલા સ્તરેથી મંજૂરીથી બધુ થતું હોવાનો બચાવ કર્યો હતો પરંતુ માહિતગાર સૂત્રોએ જણાવ્યું કે વર્ષોથી કરોડોની ખોટના ખાડામાં દોડાવવામાં આવતી સિટી બસો, બીઆરટીએસ બસોની સંચાલક મહાપાલિકાની પેટા કંપની રાજકોટ રાજપથ લી.ની આવક વધે તે માટે જાહેરાતના પાટીયા લગાવવા ખાનગી એજન્સી સાથે પાંચ વર્ષનો કોન્ટ્રાકટ કરવામાં આવ્યો છે.

મહાપાલિકાએ ઓવરબ્રિજના પીલરોનો પીપીપીના ધોરણે વિકાસ કરવા આયોજન ઘડયું હતુ પરંતુ જાહેરાતનો મોટો કોન્ટ્રાકટ મળી જતાં બ્યુટીફિકેશનને પડતું મૂકી આવક વધારવાને પ્રાધાન્ય અપાયું છે. ઓવર બ્રિજના પીલરોમાં એજન્સી દ્વારા વિશાળ ફ્રેમ લગાવવામાં આવી છે. જાહેરાતનો કોન્ટ્રાકટ મળી જતાં વર્ટીકલ ગાર્ડનિંગના પીપીપી પ્રોજેકટનો ભોગ લેવાયો હોવાનું સૂત્રો જણાવે છે.

તાજેતરમાં બ્રિજના પીલરોમાં વર્ટીકલ ગાર્ડનિંગ એટલે કે હવામાં લટકતાં છોડ લગાવવામાં આવ્યા હતા પરંતુ પછી છોડ નિકળી ગયા અને તેના સ્થાને હોર્િંડગ લગાવી દેવાયા છે.

સંબંધિત અધિકારીએ જણાવ્યું કે વર્ટીકલ ગાર્ડન આમ પણ પરવડે તેવું નથી. તેની પાછળ ખુબ ખર્ચ થાય છે અને જાળવણી માટે સ્ટાફ રાખવો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન