rajkot-municipal-corporation-sanctioned-rs-2126-crores-budget
  • Home
  • Featured
  • રાજકોટ મનપાનું વર્ષ 2019-2020નું બજેટ મંજૂર, શહેરની કાયાપલટ કરવા શું નવું મળ્યું?

રાજકોટ મનપાનું વર્ષ 2019-2020નું બજેટ મંજૂર, શહેરની કાયાપલટ કરવા શું નવું મળ્યું?

 | 12:50 pm IST

રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2019-2020ના બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું છે. આજે રાજકોટ મ્યુનિ. કોર્પોનું રૂપિયા 2126 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. બજેટમાં રખાયેલા નવા કરબોજાને ના મંજૂર કરવામાં આવ્યા છે. સાથે સાથે રાજકોટવાસીઓ માટે 92 કરોડની નવી યોજનાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ વખતના બજેટમાં રાજકોટવાસીઓ માટે નવા 7 ઓવરબ્રિજને મંજૂરી આપવામાં આવી છે.

રાજકોટ મહાપાલિકાનું આગામી નાણાકીય વર્ષ 2019-2020નું રૂ.2057કરોડનું બજેટ મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. આ બજેટમાં પ્રજા ઉપર વધારાનો કોઇ ટેક્સ નાખવામાં આવ્યો નથી.

રાજકોટવાસીઓ માટે શું-શું છે બજેટમાં નવું….

– રાજકોટના ઐતિહાસિક જ્યુબિલી ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવશે.
– હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ, ત્રણ પાર્ટી પ્લાટ, ગાંધી મ્યુઝિયમથી જ્યુબલી બાગને જોડતો ફૂટ ઓવરબ્રિજ
– 92 કરોડની નવી યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.રાજકોટ વાસીઓ ઉપર નવા કરમાંથી રાહત મળી છે.
– 7 નવા ઓવરબ્રિજ અને અંડર બ્રિજને મંજૂરી
– અરવિંદભાઈ મણિયાર હોલ નવીનીકરણ માટે ફળવામાં આવશે નાણાં
– શ્યામા પ્રશાદ આર્ટગેલેરીના નવીની કરણ માટે પણ સમાવેશ કરવામાં આવશે.
– વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ નવીનીકરણ માટે ફળવામાં આવી ગ્રાન્ટ
– હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ ની થશે જાહેરાત
– ગાંધી મ્યૂઝિયમ અને જ્યુબલી ગાર્ડનને જોડતો ફૂટ બ્રિજની જાહેરાત

તમને જણાવી દઇએ કે, ગત વર્ષે 25૦૦ કરોડનું બજેટ વાસ્તવમાં રૂ.1187 કરોડનું, વર્ષ 2016-17માં રૂ.973 કરોડ અને વર્ષ 2015-16 રૂ.1005 કરોડનું જ રહ્યું છે. આમ, સતત ચાર વર્ષથી વાસ્તવિક બજેટ રૂ.1000થી 1100 કરોડનું રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન