રાજકોટઃ NSUIના જયરાજસિંહ જાડેજા હત્યા કેસમાં સાળા સહિત બેને ઝડાયા - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટઃ NSUIના જયરાજસિંહ જાડેજા હત્યા કેસમાં સાળા સહિત બેને ઝડાયા

રાજકોટઃ NSUIના જયરાજસિંહ જાડેજા હત્યા કેસમાં સાળા સહિત બેને ઝડાયા

 | 8:31 pm IST

ગત 29 તારીખના બજરંગવાડીના રેલનગરમાં રહેતાં એનએસયુઆઇના યુવા આગેવાન જયરાજસિંહ ભૂપતસિંહ જાડેજાની વાહન અથડાવા જેવી બાબતે હત્યા કરી ભાગી ગયેલા અજયસિંહ વાળા અને તેના સાળા ધનરાજસિંહને ઝડપી પાડવામાં ગાંધીગ્રામ પોલિસને સફળતા મળી છે. પોલીસની જુદી-જુદી ટૂકડીઓ જુદા-જુદા શહેરોમાં દોડધામ કરી રહી હતી. દરમિયાન આ બંને ભાવનગરથી બસ મારફત રાજકોટ તરફ આવી રહ્યાની બાતમી મળતાં ગાંધીગ્રામ પોલીસે સરધાર ખાતે નાકાબંધી કરી બસમાંથી જ બંનેને ઝડપી લીધા છે.

અજયસિંહ વાળાના ઘર પાસે જ તેના સાળા ધનરાજસિંહના વાહન સાથે જયરાજસિંહ જાડેજાનું બાઇક સ્હેજ અડી જતાં અકીલા બોલાચાલી થઇ હતી. ત્યારે સાસુએ અજયસિંહને વાત કરતાં તે દોડી આવેલ અને જયરાજસિંહ સાથે માથાકુટ કરી હતી. બાદમાં ઘરમાંથી છરી લાવી હુમલો કરી દીધો હતો. જયરાજસિંહનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. ઘરને તાળા મારી ભાગી ગયેલા અજયસિંહ વાળા અને તેના સાળાને શોધવા પોલીસ કમિશ્નર ગહલોતે ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાંચની સાતેક ટીમોને કામે લગાડી હતી.

દરમિયાન ગાંધીગ્રામ પી.આઇ. સહિત ની ટીમ આજે બાતમી મળતાં સરધાર પહોંચી હતી અને ભાવનગર તરફથી આવેલી બસમાંથી અજયસિંહ પ્રદ્યુમનસિંહ વાળા અને તેના સાળા ધનરાજહિં બલવીરસિંહ જાડેજાને આજે બપોરે સરધાર નજીકથી પકડી લીધા છે. વિશેષ પુછતાછ માટે બંનેને ગાંધીગ્રામ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે 14 દિવસના રિમાન્ડ ની માંગણી સાથે કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તો બાદમાં ઓરખ પરેડ પણ કરવામાં આવશે.

રાજકોટમાં nsuiના મહામંત્રી જયરાજસિંહ જાડેજાની ધોળા દિવસે હત્યા થઈ જતા સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી ત્યારે nsui દ્વારા આજે બનાવને પગલે સમગ્ર શહેરની કોલેજોને બંધ રાખવાનો આદેશ કર્યો હતો સાથોસાથ nsui દ્વારા આજે રાજકોટ માં ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર દિપક ભટ્ટ ને આવેદન પાઠવ્યું હતું તેમજ ટુક સમય માં રાજકોટ માં કાયદો અને વ્યવસ્થા ની સ્થતી માં સુધારો લાવવા રજુઆત કરી હતી