ગુજરાતમાં આવેલા આ પંચનાથ મહાદેવ પૂરી કરે છે દરેક મનોકામના, જેની સ્થાપના થઈ બ્રિટિશ સમયમાં - Sandesh
  • Home
  • Rajkot
  • ગુજરાતમાં આવેલા આ પંચનાથ મહાદેવ પૂરી કરે છે દરેક મનોકામના, જેની સ્થાપના થઈ બ્રિટિશ સમયમાં

ગુજરાતમાં આવેલા આ પંચનાથ મહાદેવ પૂરી કરે છે દરેક મનોકામના, જેની સ્થાપના થઈ બ્રિટિશ સમયમાં

 | 12:47 pm IST

દેવોના દેવ મહાદેવના અનેક ચમત્કારી મંદિરોમાંથી એક છે રાજકોટમાં આવેલું 150 વર્ષથી પણ પૌરાણિક પંચનાથ મહાદેવનું મંદિર. પંચનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દરરોજ વિવિધ દર્શન અને અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે. કહેવાય છે આ મંદિર બ્રિટીશના સમયમાં બંધાવામાં આવ્યું હતું. જો કે વર્ષો પહેલાં આ મંદિરના સ્થાને એક નાની ડેરી હતી. પરંતુ ત્યારબાદ વિશાળ જગ્યામાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજકોટમાં પૌરાણિક કહેવાય એવા બે મંદિરો ગણવામાં આવે છે જેમાં એક છે આ પંચનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન એક લોકમેળો પણ ભરાય છે.

શ્રાવણ માસ દરમિયાન આ મંદિરમાં ઘીની મહાપૂજા થાય છે. અહિયાં સદાવ્રત પણ ચાલે છે. દર સોમવારે અલગ અલગ દર્શન અને શૃંગાર કરવામાં આવે છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. જોકે આ મંદિરમાં આવતા લોકોનું માનવું છે કે અહિયાં દાદાની જે સેવા નિખાલસ ભાવે કરે છે તેના દરેક દુ:ખ દર્દ દુર થઈ જાય છે. રાજકોટમાં પૌરાણિક અને પ્રાચીન ગણાતા આ મંદિરમાં ગરીબોને દવા અને મોતિયાના ઓપરેશન પણ કરવામાં આવે છે. નિજ મંદિરની દિવાલ પર 18 લાખ ડાયમન્ડની સીટ લગાડવામાં આવી છે. જેના કારણે મંદિરની શોભામાં વધારો થાય છે. શહેરના હાર્દ સમાન વિસ્તારમાં આવેલા મંદિરમાં ભક્તોની ભારે ભીડ સવારથી જ ઉમટી પડે છે.