Rajkot Police caught a man for illegal Activity
  • Home
  • Featured
  • બંગાળની યુવતીઓને ફ્લેટમાં રાખી રાજકોટનો શખ્સ કરાવતો આ કામ, ગ્રાહક પાસેથી પડાવતો 2 હજાર

બંગાળની યુવતીઓને ફ્લેટમાં રાખી રાજકોટનો શખ્સ કરાવતો આ કામ, ગ્રાહક પાસેથી પડાવતો 2 હજાર

 | 7:17 pm IST

રાજકોટ પોલીસે કાલાવડ રોડ પર કૂટણખાનું ઝડપી પાડ્યું છે. કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક રાંદલ માતાજીના મંદિર નજીક આવેલાં ગ્રીન હિલ નામના એપાર્ટમેન્ટમાં પહેલા માળે હિરેન સાપરા નામના શખ્સને ઝડપી પાડ્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડીને કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. હિરેન ગ્રાહકો પાસેથી 2 હજાર લેતો અને બંગાળી યુવતીઓને એક હજાર આપતો અને અડધા રૂપિયા પોતે રાખતો હતો.

પોલીસને બાતમી મળી હતી કે, કોસ્મો સિનેમા નજીક આવેલા ગ્રીન હિલ ફ્લેટ નં. 101માં રહેતો હિરેન સુથાર બહારથી યુવતીઓ લાવી દેહવ્યાપારનો ધંધો કરે છે. જે બાદ પોલીસે ડમી ગ્રાહકો ઉભા કરીને દરોડો પાડ્યો હતો. પોલીસે નકલી ગ્રાહકને રૂ. 500-500ની ચાર નોટો આપીને ફ્લેટમાં મોકલાયો હતો. તેનો સંકેત મળતાં જ ત્યાં દરોડો પાડતાં અંદર એક શખ્સ હાજર મળ્યો હતો.

તેની પૂછતાછમાં પોતાનું નામ હિરેન જણાવ્યું હતું. તેની પાસે એક સ્ત્રી ઉભી હતી. તેણે પણ પોતાનું નામ જણાવ્યું હતું. એ પછી એક રૂમ ખુલ્લો અને બીજો બંધ જોવા મળતાં તે ખખડાવતાં તેમાંથી એક યુવતી નીકળી હતી, તેની સાથે પોલીસે મોકલેલો બોગસ ગ્રાહક પણ હતો. યુવતીએ પોતે બંગાળની હોવાનું અને હાલમાં અમદાવાદ નરોડાથી પોતાને હિરેન સુથાર લાવ્યો હોવાનું કહ્યું હતું. આ યુવતીએ હિરેન ગ્રાહકો પાસેથી રૂ. 2 હજાર મેળવી પોતાને એક હજાર આપતો હોવાનું અને બાકીના તે પોતે રાખતો હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસે હિરેનની ધરપકડ કરીને મોબાઈલ ફોન અને 10 હજારની રોકડ કબ્જે કરી છે. હિરેને ચાર-પાંચ મહિનાથી ફ્લેટ ભાડે રાખ્યો હતો.

 

આ વીડિયો પણ જુઓઃ

જૂનાગઢમાં પાક સરવેની કામગીરીમાં ગોટાળો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન