Rajkot police inspector rescues poisonous snake in Gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • રાજકોટના પોલીસ ઇન્સ્પેકટરે બચાવ્યો ઝેરી સાપનો જીવ, જુઓ Video Viral

રાજકોટના પોલીસ ઇન્સ્પેકટરે બચાવ્યો ઝેરી સાપનો જીવ, જુઓ Video Viral

 | 3:22 pm IST

રાજકોટમાં ઉપલેટાના PSIનો જીવદયા પ્રેમ સામે આવ્યો છે. જેમાં PSIએ ટેપ પટ્ટીમાં ફસાયેલા સાપને બચાવ્યો છે. PSIએ સાપને બચાવ્યાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં PSIએ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક સાપ ક્યાકથી સેલો ટેપની રીંગમાં ફસાઇને રિબાઇ રહ્યો હતો.

ત્યારે રસ્તો થતા પોલીસ ઇન્સ્પેક્ટરે જીવદયાનો ધર્મ નિભાવતા તેને પોતાના હાથે પક્કડથી સેલોટેપનો રોલ કાપી સાપને જરાપણ ઇજા ના થાય તેનું ધ્યાન રાખી બચાવ્યો છે. જેમાં કોઇ વ્યક્તિએ આ પીએસઆઇની આ ક્રિયાને મોબાઇલમાં કેદ કરી હતી. અને જોત જોતામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન