Rajkot Police Raid on Krishna Water Park yesterday Night
  • Home
  • Featured
  • બર્થ ડે પાર્ટી કાંડ: પોલીસના દરોડા પડતા દીવાલ કૂદીને ભાગ્યા પોલીસકર્મીઓ, તંત્ર હરકતમાં

બર્થ ડે પાર્ટી કાંડ: પોલીસના દરોડા પડતા દીવાલ કૂદીને ભાગ્યા પોલીસકર્મીઓ, તંત્ર હરકતમાં

 | 9:20 am IST

રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની બર્થ-ડે પાર્ટીમાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો નશાની હાલતમાં હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા ગુરૂવારે રાત્રે 9 વાગ્યે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે શંકાસ્પદોની મોડી રાત્રે 12:30 વાગ્યે અટકાયત કરી તેમના મેડિકલ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે એસીપી એસ.આર.ટંડેલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રિષ્ના વોટર પાર્ક રાજકીય અગ્રણી હરીભાઇ પટેલનો છે. દરોડા દરમિયાન કેટલાક લોકો વોટર પાર્કની દીવાલ કૂદીને ભાગ્યા છૂટ્યાની શક્યતા છે. એસીપી એસ.આર. ટંડેલે મીડિયા સમક્ષ જણાવ્યુ હતું કે, અહીં 45 જેટલા લોકો હાજર હતા જેમાં 12 જેટલા લોકો પીધેલા ઝડપાયા છે જેમાં 5 લોકા પરમીટવાળા હતા. અન્ય પીધેલા લોકો પાસે પરમિટ ન હતી. પીધેલાઓમાં એક નિવૃત Dy.SP સહિત પોલીસકર્મીઓ સામેલ છે. પરમીટવાળા સહિત તમામના બ્લડ ટેસ્ટ કરવામાં આવશે.

તંત્ર આવ્યું હરકતમાં:

રાજકોટ ખાતે આવેલ ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની પાર્ટીની ઘટના સામે આવતા હવે તંત્ર હરકતમાં આવ્યું છે. પ્રાપ્ત મહિતી મુજબ શહેરભરમાં પ્રોહીબિશન શાખા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં તમામ પોલીસ મથકનો સ્ટાફ જોડાયા છે. આ તપાસ હેઠળ શહેરભરમાં ચેકીંગ શરૂ કરવામાં આવી છે. જેથી મોટા પ્રમાણમાં દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવા માટે નો આથો મળી આવે તેવી શકયતા છે.

ક્રિષ્ના વોટર પાર્કમાં બિયરનું ખાલી ટીન જોવા મળ્યું:

પોલીસની સાથે મીડિયાકર્મીઓ પણ ક્રિષ્ના વોટર પાર્કમાં પ્રવેશ્યા હતાં. જ્યાં ક્રિષ્ના વોટર પાર્કમાં બિયરનું ખાલી ટીન જોવા મળ્યું હતું. અટકાયતની કાર્યવાહી દરમિયાન એક વ્યક્તિએ કહ્યું હતું કે અહીં કોઇ દારૂની પાર્ટી ચાલતી ન હતી. કોઇ લીકર પરમીટવાળા બહારથી દારૂ પી ને આવી ગયા હોય તેવુ બની શકે. કેટલાક લોકો દીવાલ કૂદીને ભાગી ગયા હોવાની શક્યતા છે.

આ વીડિયો પણ જુઓ: રાજકોટ RTO કચેરીની પોલંપોલ સામે આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન