વિજય રૂપાણીની બીજીવાર મુખ્યમંત્રી પદે પસંદગી થતા રાજકોટમાં છવાયો ખુશીનો માહોલ pics - Sandesh
  • Home
  • Gujarat
  • વિજય રૂપાણીની બીજીવાર મુખ્યમંત્રી પદે પસંદગી થતા રાજકોટમાં છવાયો ખુશીનો માહોલ pics

વિજય રૂપાણીની બીજીવાર મુખ્યમંત્રી પદે પસંદગી થતા રાજકોટમાં છવાયો ખુશીનો માહોલ pics

 | 6:30 pm IST

ગુજરાતમાં 14મી વિધાનસભાની રચના માટે જે કાયદેસરની પ્રક્રિયા હોય છે તે પૂર્ણ કરવામાં આવે છે. સામાન્ય રીતે પક્ષના ચૂંટાયેલા સભ્યો નિરિક્ષક તેમજ પ્રભારીની હાજરીમાં એકઠાં મળીને પોતાના નેતા અને ઉપનેતાના નામને સૂચવવામાં આવે છે. તેને પક્ષના ચૂંટાયેલા સભ્યો વધાવી લઈને હામી ભરે છે. તે પછી નવા મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવે છે.

ગાંધીનગરમાં અરુણ જેટલી, નિરિક્ષક સરોજ પાંડે તેમજ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં પક્ષના ચૂંટાયેલા સભ્યો કમલમ્ ખાતે એકઠાં થયા હતા. ભાજપની બેઠકનો દોર ચાલ્યો હતો. જેમાં આનંદીબેન પટેલે પણ હાજરી આપી હતી. જીતુ વાઘાણી પણ હાજર રહ્યાં હતા. લૂણાવાડાના અપક્ષ ધારસભ્ય રતનસિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે ભાજપને બીનશરતી ટેકો જાહેર કર્યો હતો.

ગુજરાત વિધાનસભામાં ફરી ભાજપે સત્તા મેળવી છે. ગુજરાતના સીએમ તરીકે અનેક નામોની અટકળો વચ્ચે વિજય રૂપાણીને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી કરી હતી. વિજયભાઇનો જન્મ બર્માના રંગૂન શહેરમાં થયો હતો. ત્યારબાદ પરિવાર રાજકોટ આવી ગયો હતો. આથી તેઓ જન્મે બર્મીસ અને કર્મે ગુજરાતી છે. વિરૂ તેમનું હુલામણું નામ છે.

હાલ રાજકોટમાં વિજયભાઈના CM પદ પર ફરીથી રિપીટ કરાયા છે. તેના કારણે રાજકોટમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. રાજકોટ વાસીઓ તેમેને સીએમ પદ પર ફરીથી જોઈ ખુબ ખુશ થયા છે અને તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. લોકો એ ગરબા કરીને આનંદ વ્યક્ત કર્યો.