આઇએસના એજન્ટ તરીકે પકડાયેલા આરોપી નઇમ અને વસીમ કાશ્મીર જઇને સોશિયલ મિડિયા પર લાઇમ લાઇટમાં ન આવીને ટ્રેનિંગ લેવાના હતા. આ ટ્રેનિંગમાં સોશિયલ મિડિયા પર પોલીસનુ સર્વેલન્સ હોય તો પણ કેવી રીતે કામ થાય અને તેની ટ્રેનિંગ લઇ અન્ય એજન્ટોને પણ ટ્રનિંગ આપવાના હતા. બીજી તરફ સોશિયલ મિડિયા પરના બે ગ્રુપમાંથી એકમાં ગુજરાતનો ગ્રુપ એડમિન હોવાથી તેની તપાસ હાથ ધરાઇ છે.

રાજકોટ ખાતેથી તાજેતરમાં આઇએસના બે એજન્ટો વસીમ અને નઇમ રામોદીયા પકડાયા હતા. આ બંને આરોપીઓ પાસેથી અનેક ચોંકાવનારી વિગતો એટીએસને મળી છે તેવામાં નઇમ અને વસીમ રામોદીયા બે સોશિયલ મિડિયાના ગ્રુપમાં સામેલ હતા. નઇમ અને વસીમ રામોદીયા કાશ્મીરમાં સોશિયલ મિડિયા પર લાઇમ લાઇટમાં ન આવીને પોતાની કામગીરી કરી શકાય તે માટે સ્પેશિયલ ટ્રેનિંગ લેવાના હતા. નઇમ અને વસીમ સાથે બેંગલોરનો એક આઇટીનો જાણકાર શખસ પણ આવવાનો હતો અને ત્રણે શખસો ટ્રેનિંગ લઇ સોશિયલ મિડિયાના ગ્રુપથી અન્યોને ટ્રેનિંગ આપવાના હતા. કાશ્મીરમાં પોલીસથી બચીને જે રીતે સોશિયલ મિડિયા પર ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોય છે તેમ તમામ જગ્યાએ પોલીસથી બચીને છુપી રીતે અને કોડવર્ડમાં કામગીરી થાય તે પ્રમાણેની સ્પેશિયલ ટ્રેનિંગ લેવાની હતી. સોશિયલ મિડિયાના ગ્રુપમા અનેક આઇટીના જાણકાર શખસો પણ સામેલ છે.

બંને ગ્રુપમાં ૧૫૦ – ૧૫૦ એજ્યુકેટેડ શખસો સામેલ
સોશિયલ મિડિયા પર બે ગ્રુપ એક્ટીવ હતા. જેમાં એક ગ્રુપમાં ૧૫૦ જેટલા શખસો જોડાયેલા હતા જેમાં ગ્રુપ એડમિન ગુજરાતનો હોવાનુ તપાસમાં બહાર આવ્યું છે. આ ગ્રુપ એડમિન ક્યાનો છે અને તેની સાથે અન્ય કોણ કોણ જોડાયેલું છે તેની તપાસ હાથ ધરાઇ છે. જ્યારે બીજા સોશિયલ મિડિયાના ગ્રુપમાં પણ ૧૫૦ એજ્યુકેટેડ શખસો હોવાનુ બહાર આવ્યું છે.

ત્રણ રાજ્યો સહિત સિરિયા સાથે આઇએસના એજન્ટો સંપર્કમાં
આઇએસ વસીમ અને નઇમના સોશિયલ મિડિયાના સંપર્કો એક રાજ્યો સુધી સીમીત ન હતા. તેમના સંપર્કો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને સિરિયા સાથે હોવાનુ ઘટવિસ્ફોટ થયો છે. તેવામાં આ કેસમાં વધુ સારી રીતે તપાસ કરાવવી જોઇએ તેવી એટીએસના અધિકારીઓએ પત્રમાં જાણ કરી છે. તેવામાં એનઆઇએ જેવી એજન્સી જ અન્ય રાજ્યોમાં પણ તપાસ કરી શકે તેમ હોવાથી તેને તપાસ આપવી જોઇએ.