Rajkot Sandesh Knowledge Challenge
  • Home
  • Featured
  • રાજકોટ : સંદેશ નોલેજ ચેલેન્જ સ્પર્ધાને શિક્ષણ જગતના મોભીઓએ એક સૂરે આવકારી

રાજકોટ : સંદેશ નોલેજ ચેલેન્જ સ્પર્ધાને શિક્ષણ જગતના મોભીઓએ એક સૂરે આવકારી

 | 5:24 pm IST

”વિદ્યાર્થીઓની લેખન અને સ્મરણશક્તિમાં થતો ઘટાડો શૈક્ષણિક વર્ગ માટે ચિંતાનો વિષય છે ત્યારે અગ્રણી અખબાર ‘સંદેશ’ દ્વારા વિદ્યાર્થીઓનું અભ્યાસની સાથે જ્ઞાન સંવર્ધન થાય અને તેની વાંચન-લેખન પ્રત્યે રૃચિ કેળવાય તેવી ”નોલેજ ચેલેન્જ” પ્રવૃત્તિ પૂરા રાષ્ટ્ર માટે સીમાચિહનરૃપ બની રહેશે” તેવું રાજકોટમાં સંદેશ નોલેજ ચેલેન્જના પ્રિ-લોન્ચિંગ પ્રસંગે અગ્રણી શિક્ષણવિદોએ જણાવ્યું હતું. શિક્ષણવિદોએ જણાવ્યું કે આ પ્રવૃત્તિથી વિદ્યાર્થી ગોળખણપટ્ટીને છોડી વિષયોને સમજશે – વિચારશે જેનાથી તેનો અભ્યાસમા પણ ઉત્તમ દેખાવ થશે.

ઈમ્પિરીયલ હોટેલ ખાતે યોજાયેલા સમારોહમાં શાળા સંચાલક મંડળના તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહયા હતા. શિક્ષણ જગતમાં એક નવી પહેલ પાડનારી સંદેશની નોલેજ ચેલેન્જ સ્પર્ધાની શરૃઆત થઇ ગઇ છે. સંદેશની ટીમ શહેરની શાળાઓમાં ફરીને આ અંગે બાળકોને માહિતી આપી રહી છે. ત્યારે શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવોના આ કાર્યક્રમમાં સૌએ સંદેશની આ પહેલને બિરદાવીને કહ્યું હતું કે, આજના જમાનામાં ”નોલેજ ઇઝ ધ પાવર” એ સૂત્ર અગત્યનું બન્યું છે ત્યારે સંદેશે બાળકોમાં જાગૃતિ લાવવાનું જે અભિયાન હાથ ધર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે.

રાજકોટની તમામ શાળાઓ સંદેશ નોલેજ ચેલેન્જમાં જોડાશે

શાળાઓએ કરવાનું જ્ઞાન સંવર્ધનનું કામ ‘સંદેશ’ કરી રહ્યું છે. નોલેન્જ ચેલેન્જ એક અનેરી સ્પર્ધા છે જે વિદ્યાર્થીને જ્ઞાનથી સભર બનાવે છે ત્યારે શાળાઓ એટલે કે આપણે તેને પૂરેપૂરો સહયોગ આપી વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સર્વોતમ બનાવીએ એ આપણી ફરજ છે. – રાજકોટ શાળા મંડળના પ્રમુખ અજય પટેલ

નોલેજ ચેલેન્જ જેવી પ્રવૃત્તિ એ આજના યુગની જરૃરિયાત છે ત્યારે ‘સંદેશ’ આ માટે અભિનંદનને પાત્ર છે. તમામ શાળાઓ આવી પ્રવૃત્તિમા ઉત્સાહભેર જોડાશે અને વિદ્યાર્થીઓને પણ આ જ્ઞાન સંવર્ધનમાં જોડાવા વાતાવરણ તૈયાર કરાશે. અખબારી ધર્મથી એક ડગલુ આગળ વધી આ ઉત્તમ પહેલ છે. – રાજ્ય શાળા મંડળ પ્રમુખ ભરત ગાજીપરા

ઓપર યોર બુક ઈઝ નોટ એજ્યુકેશન, ઓપન યોર માઈન્ડ ઈઝ એજ્યુકેશન – વિદ્યાર્થીઓમા જ્ઞાનની પાંખો ફૂટે તેવી સંદેશની પ્રવૃત્તિને આપણે બધા વધાવીએ છીએ – પુષ્કર રાવલ- તપોવન સ્કૂલ્સ

વિદ્યાર્થી માનસને સમજી તેને જુદા-જુદા ટોપિક આપી વર્ણનાત્મક જવાબો આપવાનું શીખવતી આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને ટેક્સ્ટ બુકથી પણ ખૂબ આગળ લઈ જશે. – -પરિમલ પરડવા – ભૂષણ સ્કૂલ

સાચો કે ખોટો જવાબ નહી બલ્કે સાચો અને સારો જવાબ એ સમજણ જરૃરી છે. આવું શીખવતી સંદેશની નોલેજ ચેલેન્જને અભિનંદન. – (પ્રિન્સીપાલ સર્વશ્રેષ્ઠ)

‘સંદેશ’ની પહેલથી વિદ્યાર્થી આલમમા નવો જ્ઞાનોદય

કોઈ પ્રિન્ટ મિડીયાએ ‘સંદેશ’ જેવી નોલેજ ચેલેન્જની પહેલ કરી નથી ત્યારે આવી ઉમદા પ્રવૃત્તિ માટે સંદેશને બિરદાવું છે. વિદ્યાર્થીઓ વાંચતા-લખતા થાય તેવા આ જ્ઞાનના સંવર્ધનવાળા પ્રોજેક્ટથી લાખ્ખો વિદ્યાર્થીઓ માટે એક નવો જ જ્ઞાનોદય થવાનો છે. – જતીન ભરાડ

સંદેશ નોલેજ ચેલેન્જ વિદ્યાર્થીને સંપૂર્ણ બનાવે છેજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયામા માહિતીઅને જ્ઞાન પછી આવે વીઝડ્મ… ખરેખર વીઝડ્મ તરીકે જવાનું અત્યારે ચૂકાઈ જવાયું છે. ખરેખર તો શાળાઓનું મૂળ કામ વિદ્યાર્થીને સારો નાગરિક બનાવવાનું છે. સંદેશની નોલેજ ચેલેન્જ વિદ્યાર્થીને સંપૂણ બનાવે છે. તેને સર્વોત્તમ બનાવશે.ઔ – (સિસ્ટર નિવેદિતા ગુલાબભાઈ જાની

સંદેશ નોલેજ ચેલેન્જ પૂરા દેશ માટે સિમાચિહ્ન

વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે ગોખણપટ્ટી એ ચિંતાનો વિષય છે. આવા સમયે માહિતીને સમજના સ્વરૃપથી જ્ઞાાનપૂર્ણ બનાવાનો પ્રોજેક્ટ હાથ ધરી ‘સંદેશ’ દ્વારા નોલેજ ચેલેન્જના નામે એક દિશા ચીંધનારો પ્રયત્ન કર્યો છે જે માત્ર ગુજરાતને જ નહી પૂરા દેશ માટે માઈલસ્ટોન બનશે.
– નિદત બારોટ

સંદેશ નોલેજ ચેલેન્જ અદ્દભૂત છે

સંદેશ દ્વારા નોલેજ ચેલેન્જથી જે સંદેશ અપાઈ રહયો છે તે બહું ઉમદા છે. ટી-૨૦ના યુગમા પણ ટેસ્ટ ક્રિકેટ તેના સ્થાને એમ ભણતરની સાથે વિશેષ જ્ઞાાનનું મહત્વ વિદ્યાર્થીઓ સમજે તેવા આ પ્રકલ્પ માટે સંદેશને ખૂબ અભિનંદન-શાળાઓ આ પ્રવૃત્તિમા ઉત્સાહભેર જોડાશે. આ એક અદભૂત પ્રવૃત્તિ છે ઔ – ડી વી મહેતા- જીનીયસ સ્કૂલ

પરીક્ષામાં ગુજરાત ૧૬મા ક્રમે નોલેજ ચેલેન્જ જ્ઞાન સંવર્ધન માટે જરૃરી

સંદેશ-રાજકોટ આવૃત્તિના નિવાસી તંત્રી જયેશ ઠકરારે જણાવ્યું કે મેરીટમા ગુજરાતી વિદ્યાર્થીઓ મોખરે છે પરંતુ પરીક્ષાઓમા ગુજરાત છેક ૧૬મા ક્રમે છે. આપણા કરતા જમ્મુ-કાશ્મીર આગળ છે. માત્ર ગોખણપટ્ટીને બદલે વિવિધ વિષયોનું જ્ઞાન મેળવવાની આદત કેળવાય એ માટે સંદેશ નોલેજ ચેલેન્જ આજના યુગમા પ્રસ્તુત છે. આ પ્રકલ્પ વિદ્યાર્થીઓમાં જ્ઞાનનું સંવર્ધન કરી તેને વીઝડ્મ તરફ લઈ જાય છે. પ્રત્યેક શળાઓ પણ ઈચ્છે છે કે તેના વિદ્યાર્થી અભ્યાસની સાથે જ્ઞાનથી સમૃધ્ધ બને ત્યારે આ નોલેજ ચેલેન્જ સંદેશનું દાયિત્વ દર્શાવે છે. આવકાર – આભાર બ્રાન્ચ મેનેજર શક્તિસિંહ ઝાલાએ સૌને આવકાર્યા હતા. પત્રકાર ગીરીશ જોષીએ આભારદર્શન કર્યુ હતું

ડે.ડી.ઈ.ઓ, અગ્રણી હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટના નાયબ જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતા હાજર રહયા હતા.. તેમણે જણાવ્યું હતું કે, આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓના સર્વાંગિણ વિકાસમાં ઉપયોગી સાબિત થશે. શાળા મંડળના ડી.કે. વાડોદરિયા, જયદિપભાઈ જલુ, હસમુખભાઈ માયાણી, રાણાભાઈ ગોજીયા ઉપસ્થિત રહયા હતા.

ઘણા સમયથી એમસીક્યુ સિસ્ટમ આવતા વિદ્યાર્થીઓની વર્ણન શક્તિ ઘટી ગઈ છે. ત્યારે સંદેશ નોલેજ ચેલેન્જથી વિદ્યાર્થીના અભ્યાસમાં પણ તેનો દેખાવ સુધરશે. વિદ્યાર્થી પોતાના વિષય વિષે વાંચતો વિચારતો થશે. ગોખણપટ્ટીને બદલે વિદ્યાર્થી જ્ઞાાનને રસ્તે વળી અને અંદરથી વધું સભર બનશે સંદેશની નોલેજ ચેલેન્જને અમારો ઉત્માસભર આવકાર છે. – રાજેશભાઈ મહેતા – જીવન જ્યોત વિદ્યાલય

ગોણખપટ્ટીને બદલે વિદ્યાર્થી જ્ઞાનને રસ્તે વળી અને અંદરથી વધુ સભર બનશે સંદેશની નોલેજ ચેલેન્જને અમારો ઉષ્માસભર આવકાર છે. હાલના સમયમાં વિદ્યાર્થીઓને જ્ઞાનની હકારાત્મક દિશા મળે તેવી પ્રતિક્ષા થઈ રહી હતી જે સંદેશ દ્વારા હવે સાકાર થઈ રહયું છે. – હાસમભાઈ નાકાણી – સમ્સ સ્કૂલ

ગુજરાતમાંથી ખૂબ ઓછા વિદ્યાર્થી પાસ થાય છે – ત્યારે સંદેશ નોલેજ ચેલેન્જ એક એવો અવસર આપે છે જેમાં વિદ્યાર્થી ધો.૪થી જ જ્ઞાનના વિસ્તરણમાં જોડાઈ જાય છે – આ પ્રવૃત્તિમાં શાળાઓ જરૃર જોડાશે. વધુમાં વધુ વિદ્યાર્થી આ પ્રવૃત્તિમાં જોડાય તે અમારૃ લક્ષ્ય રહેશે. – – વિપુલભાઈ પાનેલિયા – એસઓએસ સ્કૂલ

સાઈરામનો સંદેશઃ નોલેજ ચેલેન્જને સૌ વધાવીએ

જાણીતા કલાકાર અને પ્રિન્સિપાલ સાઈરામે વિડીયો મેસેજમા કહ્યું કે આ નોલેજ ચેલેન્જને સૌ એ વધાવવા જેવી છે. ઉદ્દઘોષક મિલન ત્રિવેદીએ કાર્યક્રમમાં સુંદર સેતુ સર્જ્યો હતો.

સંદેશ નોલેજ ચેલેન્જ સ્પર્ધામાં ભાગ લઈ ટોપ કરનાર વિદ્યાર્થીને વૈભવી કારનું પહેલુ ઈનામ મળશે. આ ઉપરાંત અન્ય ઈનામોમાં ૮ વિદ્યાર્થીઓને પારૃલ યુનિર્વિસટીની ૧ લાખ રૃપિયાની સ્કોલરશિપ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે મળશે. ૩ વિદ્યાર્થીઓને માતા-પિતા સાથે ડિઝની લેન્ડની ટૂર, ૧૩ વિદ્યાર્થીઓને ઈમેજિકાની ટ્રિપ, ૩ વિજેતા વિદ્યાર્થીઓને એલઈડી ટીવી, ચાર વિજેતાને ટુ વ્હીલર્સ, અન્ય ૨૦ વિજેતાઓને સોનીપીએસ ફોર, ૧૨ વિદ્યાર્થીઓને લેપટોપ તથા ૪૮ વિદ્યાર્થીઓને ટેબલેટ ઈનામ સ્વરૃપે અપાશે. સાથે સાથે ૬૦ વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન, ૯૬ વિદ્યાર્થીઓને બાઈસિકલ્સ તથા અન્ય ૩૨૦૦ વિદ્યાર્થીઓને પુરસ્કારના રૃપમાં હેડ-ફોન્સ અપાશે.

આમ, સ્પર્ધામાં ભાગ લઈ વિવિધ સ્તરે વિજેતા બનનાર વિદ્યાર્થીઓને એકંદરે ૩૪૬૮ જેટલાં માતબર ઈનામો મળવા પાત્ર છે. સ્પર્ધામાં વિદ્યાર્થી ઉપરાંત તેને ગાઈડ કરનાર તેના ટીચર, તેને મદદ કરનાર પેરેન્ટ્સ તથા મોટિવેટ કરનાર સ્કૂલને પણ પુરસ્કાર અપાશે. ધોરણ ૪ થી ૧૨ સુધીના અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તમામ વિદ્યાર્થીઓનું યોગ્યતમ મૂલ્યાંકન કરવાના હેતુસર સમગ્ર સ્પર્ધા વિવિધ ૪ કેટેગરીમાં આયોજિત કરાઈ છે.

વિદ્યાર્થીઓની સુવિધા અર્થે સંદેશની ટીમ શાળાએ-શાળાએ ફરી માહિતી પત્રક તેમજ બ્રાઉસર્સનું વિતરણ કરી રહી છે. આ ઉપરાંત મોટી ટાંકી, સદર સ્થિત સંદેશ કાર્યાલયનો વ્યક્તિગત રીતે સંપર્ક સાધીને પણ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લેવા માટેનું એન્ટ્રી ફોર્મ અને બ્રાઉસર મેળવી શકે છે. શહેરના વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્પર્ધાની જાણકારી ઘેર બેઠાં મળી રહે તે હેતુસર સંદેશ દ્વારા ૦૨૮૧-૨૪૪૮૩૦૬ લેન્ડલાઈન નંબર શરૃ કરવામાં આવ્યો છે.

‘સંદેશ’નોલેજ ચેલેન્જ ૨૦૧૯-૨૦માં કેવી રીતે ભાગ લેશો ?

સંદેશ દ્વારા શાળામાં પ્રેઝન્ટેશન સમયે બાળકોને એક બ્રોશરનું વિતરણ કરવામાં આવે છે. જે બ્રોશરમાં એક રજિસ્ટ્રેશન ફોર્મ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના વાલીએ તે ફોર્મ જરૃરી તમામ વિગતો ભરવાની રહેશે જે બાદ તે ફોર્મ વિદ્યાર્થીએ શાળામાં જમા કરાવવાનું રહેશે. જે ફોર્મના આધારે દરેક શાળામાં સંદેશ દ્વારા એક એક્ટિવિટી કીટનું વિતરણ કરવામાં આવશે. જે સંદેશના વાચકોને તેમના ઘરે આવતા અખબાર દ્વારા પણ મળશે. જે એક્ટિવિટી શીટમાં વિદ્યાર્થીઓ પોતાની વિગતો ભરી ચાર પૈકી એક સેક્શન પસંદ કરવાનું રહેશે.

સંદેશ દ્વારા વિદ્યાર્થીઓને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જેમાં ધોરણ ૪ થી ૬, ધોરણ ૭ થી ૮, ધોરણ ૯ થી ૧૦ તેમજ ધોરણ ૧૧ અને ૧રનો સમાવેશ થાય છે. સંદેશમાં વિવિધ ટોપિક પ્રકાશિત કરાશે. જેમાંથી વિદ્યાર્થીએ નિર્ધારીત પ્રશ્નોના જવાબ આપવાનો રહેશે. જે એક્ટિવિટી શીટ પૂર્ણ થયા બાદ પરત સ્કૂલમાં જમા કરાવવાની રહેશે. જેનું મૂલ્યાંકન કરી તજજ્ઞાો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓની પસંદગી કરાશે.

શાળાઓમાં બાળકોને અપાઈ રહી છે નોલેજ ચેલેન્જની સંપૂર્ણ જાણકારી

સંદેશ દ્વારા આયોજીત કરવામાં આવેલી નોલેજ ચેલેન્જ ૨૦૧૯-૨૦ની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ શહેરની તમામ સ્કૂલોમાં જઈ સંદેશના પ્રતિનિધિઓ દ્વારા બાળકોને તેમજ શિક્ષકોને નોલેજ ચેલેન્જની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી રહી છે તેટલું જ નહી આ સ્પર્ધામાં કેવી રીતે ભાગ લેવો તેની પણ સંપૂર્ણ માહિની આપવા સાથે બાળકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવી રહયું છે. તે ઉપરાંત સંદેશના વાચકો દ્વારા કાર્યાલય ખાતે ફોન કરી પૂછવામાં આવતા આ સ્પર્ધાને લગતા વિવિધ પ્રશ્નોનું પણ નિરાકરણ હાલ લાવવામાં આવી રહયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન