Rajkot School Principal killed woman clerk
  • Home
  • Gujarat
  • પ્રેમરસ કડવો થતા શાળાના આચાર્યે મહિલા ક્લાર્ક સાથે કર્યું ના કરવાનું કામ

પ્રેમરસ કડવો થતા શાળાના આચાર્યે મહિલા ક્લાર્ક સાથે કર્યું ના કરવાનું કામ

 | 3:35 pm IST

રાજકોટમાં બે દિવસ પૂર્વે કણકોટ રોડ પર મળેલી મહિલાની લાશમાં ચોકાનારી વિગતો સામે આવી છે. હત્યા કરી લાશને ફેકી દિધી હોવાનું સામે આવ્યું છે. તાલુકા પોલીસે હત્યા કરનાર શાળાના પ્રિન્સીપાલ અને હત્યામાં સામેલ ઉતરપ્રદેશના વ્યક્તિની ધરપકડ કરી છે. પ્રેમરસ કડવો થતા હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે શાળાના આચાર્ય દ્વારા મધ્યાન ભોજનની સંચાલિકાની હત્યા કરી હતી.

મૃતક મહિલા હીનાબેન શાંતિલાલની શાળા કર્મયોગી સ્કૂલમાં ક્લાર્ક તરીકે હતી.જો એક બાદમાં હીના અને શાંતિલાલની આખો મળતા બન્ને વચ્ચે પ્રેમ સબંધ થયો હતો. જોકે બાદમાં પ્રેમનો ગેરલાભ લઇ હીના દ્વારા શાંતિલાલ પાસે અનેક માંગણીઓ કરતી હોવાથી શાંતિલાલે હીનાનું કાશળ કાઢવા પ્લાન બનાવ્યો હતો. જેમાં શાંતિલાલે તેના મિત્ર વિજયની મદદ લીધી હતી. તેમજ આ બન્નેએ હીનાબેનની હત્યા કરી લાશને ફેકી દીધી હતી.

હીનાથી કંટાળી કર્મયોગી સ્કૂલના પ્રિન્સીપાલે હીનાને ગત ત્રણ તારીખે બોલાવી હતી. જેમાં બન્ને વચ્ચે થયેલ ઝગડાને બન્ને બેસી શાંતિથી વાતો કરી ઉકેલ લાવી દેશે. જોકે હીનાને ન હતી ખબર કે શાંતિલાલનો પ્લાન કઈક અલગ છે. હીના કર્મયોગી સ્કૂલ પહોંચી હતી. તેમજ સ્કૂલમાંથી હીનાને શાંતિલાલ સામે આવેલ વિરસાવરકર ટાઉનશીપના પાંચમાં માળે લઈ ગયો હતો. જ્યાં શાંતિલાલ અને તેના મિત્ર વિજયે હીનાને દોરી વડે ગળાફાસો આપી હત્યા કરી દીધી હતી. તેમજ બીજા દિવસે જન્માષ્ટમીના તહેવારનો લાભ લઇ હીનાના મૃતદેહને કણકોટ રોડ પર પાણીના ખાડામાં ફેકી દીધો હતો.

જોકે મહિલાનો મૃતદેહ મળતા પોલીસે પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.પી.એમ.રીપોર્ટમાં મહિલાનુ પાણમાં ડૂબી જતા મોત થયુ હતુ તેમ આવ્યું હતું. જોકે આરોપીની કબુલાત બાદ પોલીસે ફરી પી.એમ.માટે હોસ્પિટલને જાણ કરી હતી. જેથી સાયન્ટીફિક પુરાવા એકત્ર કરી પોલીસે તપાસ હાથ ધરી છે.બીજી બાજુ બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવવા સાંજે કોર્ટમાં રજુ કરવામાં આવશે અને બન્ને આરોપીઓ પાસે હત્યાનું રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવશે.