રાજકોટ સેન્ટર મેરી પબ્લિક સ્કૂલની પોલ ખૂલી, મંજૂરી ન હોવા છતાં એડમિશન લીધા - Sandesh
NIFTY 10,573.50 +72.60  |  SENSEX 34,390.86 +234.91  |  USD 63.9200 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટ સેન્ટર મેરી પબ્લિક સ્કૂલની પોલ ખૂલી, મંજૂરી ન હોવા છતાં એડમિશન લીધા

રાજકોટ સેન્ટર મેરી પબ્લિક સ્કૂલની પોલ ખૂલી, મંજૂરી ન હોવા છતાં એડમિશન લીધા

 | 10:34 am IST

રાજકોટની સેન્ટમેરી પબ્લિક સ્કુલની મોટી પોલ સામે આવી છે. સ્કૂલ પાસે સીબીએસસી અને ગુજરાત બોર્ડની ધોરણ-5ની પરમિશનન હોવા છતા 180 વિધાર્થીઓને ગયા વર્ષે એડમિશન આપ્યુ હતુ. ચાલુ શૈક્ષણિક વર્ષના માત્ર બે મહીના રહ્યા છે, ત્યારે રાજયના શિક્ષણ વિભાગે સ્કુલ બંધ કરવા માટે આદેશ કર્યો છે.

રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાં મંજૂરી વગર શાળામાં ધોરણ-5નો વર્ગ ચલાવવામાં આવતો હતો. જેમાં વધુ એક વર્ગની મંજૂરી માંગતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. તેથી DEOએ એક સપ્તાહમાં જ ધોરણ-5નો વર્ગ બંધ કરવા આદેશ આપ્યો છે. શાળામાં 90 જેટલા વિદ્યાર્થીઓને કલાસની મંજૂરી વગર ભણાવવામાં આવતા હતા. શિક્ષણ વિભાગ દ્વારા માત્ર એક જ ક્લાસની પરમિશન આપવામાં આવી હતી, તેમ છતાં શાળાએ ધોરણ-5માં એક જ વર્ગની મંજૂરી છતાં બે વર્ગ ચાલુ કર્યા હતા. ત્યારે હવે શિક્ષણ વિભાગે સ્કૂલ બંધ કરવાનો આદેશ આપતા 90 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ છે.

વિભાગ દ્વારા સ્કૂલમાં ધોરણ-5નો માત્ર એક જ વર્ગ ચલાવવાની પરમિશન હતી, તેમ છતાં શાળાએ બે વર્ગો ચાલુ રાખ્યા હતા. તેમજ આ માટે મસમોટી ફી પણ વસૂલી લેવાઈ હતી. તેમજ શાળા દ્વારા વાલીઓને કહેવામાં આવ્યું હતું કે મંજૂરી પણ મળી જશે ત્યારે હવે આ બાળકોનું ભાવિ વિશે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે.