Rajkot to Create World Record On 26th January , 42,000 pieces of paper to be made national flag
  • Home
  • Featured
  • રાજકોટમાં 26 જાન્યુઆરીએ સર્જાશે એવો વર્લ્ડ રેકોર્ડ કે દુનિયા જોતી રહી જશે, 22 દિવસની મહેનત લાગશે કામે

રાજકોટમાં 26 જાન્યુઆરીએ સર્જાશે એવો વર્લ્ડ રેકોર્ડ કે દુનિયા જોતી રહી જશે, 22 દિવસની મહેનત લાગશે કામે

 | 4:18 pm IST

રાજકોટમાં 26મી જાન્યુઆરીએ સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે. રાજકોટમાં ફલેગ ઓફ યુનિટીનો જબરદસ્ત કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેમાં 42 હજાર જેટલા કાગળના ટુકાડાઓથી એક રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવશે. અગાઉ આવો જ એક રાષ્ટ્રધ્વજ UAE ખાતે બનાવવામાં આવ્યો હતો, જે 9.5 ફૂટનો ધ્વજ હતો. રાજકોટમાં જે વર્લ્ડરેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે, તેમાં 22 દિવસની મહેનત લાગેલી છે અને ત્યારબાદ 10.6 ફૂટનો ત્રિરંગો તૈયાર થશે. રાજકોટ ક્લેક્ટર ઓફિસ ખાતે નિષ્ણાંતો દ્ગારા તિરંગો તૈયાર થઈ રહ્યો છે.

26મી જાન્યુઆરીએ રાજકોટમાં ફલેગ ઓફ યુનીટીનો જબરદસ્ત કાર્યક્રમ થશે. યુવા ફલેગ ઓફ યુનીટીમાં અશોક ચક્ર સાથેના રાષ્ટ્રધ્વજ-ત્રિરંગાનું નિર્માણ થશે અને તેની લંબાઇ 10.6 ફુટની રહેશે અને તેની સાથે જ વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાશે. રાજકોટ કલેકટરે જણાવ્યું હતું કે, ત્રિરંગામાં 42 હજાર રંગબેરંગી કાગળો કોઇ પણ ચિપકુ વસ્તુની સહાય વગર એકબીજાની કડી-વણાંક આપી જોડી ત્રિરંગાનું નિર્માણ થશે. આવો ફલેગ યુનાઇટેડ આરબ અમીરાતમાં છે. જે 9.4 ફુટનો છે.

આ ફલેગ મુળ રાજકોટના પણ હાલ રાજપીપળામાં રહેતા વિરાજબેને બનાવ્યો છે. રાજકોટમાં 10 ફુટનો ઓરીગેમીન પધ્ધતીથી સફેદ-કેસરી-લીલા કલરના કાગળથી ભારતનો ત્રિરંગો રાજપીપળાના વિરાજબેન જ બનાવશે. જે તા.5 મીથી શરૂ કરશે આ માટે ઓર્ડર અપાઇ ગયો છે.

કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, આ વિશાળ 10 ફુટનો ફલેગ બનાવવા રાજકોટના વિદ્યાર્થીઓ, લોકો, અગ્રણી નાગરિકો અને સંસ્થાઓની મદદ લેવાશે. લગભગ 60 થી 70 હજાર કાગળના ટુકડાની મદદથી ફલેગ બનાવાશે. આ ફલેગ સંભવતઃ કલેકટર કચેરીમાં કલા સ્ટેશન કે અન્યત્ર સ્થળે બનાવાશે અને તેનું ધમાકેદાર લોકાપર્ણ બાદ આ ફલેગ રાજકોટમાં કલેકટર કચેરી ખાતે અથવા તો નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોકલી દેવાશે.

આ ફલેગ બની જશે એટલે તેની ફ્રેમ બનાવી દેવાશે. જેથી લાંબો સમય સુધી તેની જાળવણી થઇ શકશે. 26મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી સંદર્ભે રાજકોટમાં આ એક ઐતિહાસિક યાદગાર ઘટના બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન