Rajkot Tour Agency Ticket Scandal Statue Of Unity Narmada Vadodara
  • Home
  • Featured
  • વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય તો ખાસ વાંચજો, વારંવાર લોકો બની રહ્યા છે ભોગ

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય તો ખાસ વાંચજો, વારંવાર લોકો બની રહ્યા છે ભોગ

 | 8:25 pm IST

વિશ્વની સૌથી મોટી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લઈને અવાર નવાર ટિકીટ કૌભાંડને લઈને સમાચારો સામે આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ સાથે ચેડાં કરી પ્રવાસીઓને છેતરતા હોવાનો કાંડ બહાર આવતા હોય છે. ત્યારે ફરીથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર ફરી ટિકીટ કૌભાંડ ઝડપાયું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા જતા પરિવાર સાથે ટુર એજન્સી દ્વારા પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. રાજકોટની એક ટુર એજન્સી દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. ટિકિટના રૂપિયા 380ની જગ્યાએ 420 રૂપિયા લીધા હતાં. વ્યુ ગેલેરીની ટિકિટમાં 40 રૂપિયા વધુ લેવામાં આવ્યા છે. SOUના PSI કે.કે. પાઠકે આ કૌભાંડ બહાર લાવ્યાં છે. પોલીસ સ્ટેશને ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ નોંધાઇ છે.

ફેબ્રુઆરીની શરૂઆતમાં જ નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં છેતરપિંડી મામલે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદના રાવ ટ્રાવેલ્સના એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની 1030 રૂપિયાની ટિકિટના 1230 રૂપિયા લઇને છેતરપિંડી આચરી હતી. દિલ્હીના 10 મુસાફરો પાસેથી વધુ રૂપિયા વસૂલ્યા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી ટિકીટ કૌભાંડ ઝડપાયું હોવાના અહેવાલ મળ્યા હતા. રાજકોટની ટૂર એજન્સીએ પ્રવાસીઓ સાથે ફરી એકવખત છેતરપિંડી કરી હતી. 8 પ્રવાસી પાસેથી વ્યુ ગેલેરીની ટિકીટના રૂપિયા 420 વસૂલ્યા હતા. આ ઘટનામાં કેવડિયા પોલીસ સ્ટેશનમાં ટૂર એજન્સી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ કેવડિયા પોલીસ સ્ટેશને ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન