Rajkot Upleta In Scrap Fodown At Mysterious blast, two people Death
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજકોટ: ઉપલેટાના કટલેરી બજારમાં આવેલ સ્ક્રેપ ગોડાઉનમાં ભેદી બ્લાસ્ટ, પિતા-પુત્રના કરૂણ મોત

રાજકોટ: ઉપલેટાના કટલેરી બજારમાં આવેલ સ્ક્રેપ ગોડાઉનમાં ભેદી બ્લાસ્ટ, પિતા-પુત્રના કરૂણ મોત

 | 12:38 pm IST
  • Share

રાજકોટના ઉપલેટાના કટલેરી બજારમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉપલેટામાં કટલેરી બજારમાં ભંગારમાં પ્રચંડ વિસ્ફોટ થતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ ઘટનાને પગલે બજારમાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંન્ને મૃતેદહોને પોલીસે કબજામાં લઈને હોસ્પિટલ ખસેડ્યા હતા. બ્લાસ્ટમાં પિતા-પુત્રના મોત થયાં હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનામાં સ્ક્રેપ ગોડાઈનમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તે જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની કટલરી બજારમાં આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં આજે એકાએક ભેદી બ્લાસ્ટ થયો હતો. આ ગોડાઉનમાં કામ કરતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જે બે વ્યક્તિઓના મોત નિપજ્યાં છે તેઓ પિતા-પુત્ર છે. જેમણા નામ રહીશ રજાક કાણા (ઉ.વ. 27 ) અને રજાક અજિત કાણા ( ઉ.વ. 60 )નો સમાવેશ થાય છે.

સવારે બનેલી આ ઘટના અંગેની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્મ્યુલન્સને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં ગોડાઉનમાં કામ કરતા બન્ને વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજી ચૂક્યા હતા. ભેદી બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. હાલ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક પોલીસે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં શામળાજી નજીક ભિલોડા તાલુકાના ગોઢકુલ્લા ગામમાં થયેલા એક ભેદી બ્લાસ્ટ થયો હતો. જેમાં મોટો ખુલાસો સામે આવ્યો હતો. આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડના કારણે થયો હતો. ત્યારે બ્લાસ્ટ મામલે ગુજરાત ATS પણ તપાસમાં જોતરાઈને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો