Rajkot will be heartbroken to watch the video of heavy rains and lightning with thunderstorms and strong winds.
  • Home
  • Videos
  • Featured Videos
  • રાજકોટમાં વીજળી પડવાનો આવો ભયાનક Video તમે આજદિન સુધી નહીં જોયો હોય, LIVE દ્રશ્યો કેમેરામાં કેદ

રાજકોટમાં વીજળી પડવાનો આવો ભયાનક Video તમે આજદિન સુધી નહીં જોયો હોય, LIVE દ્રશ્યો કેમેરામાં કેદ

 | 2:11 pm IST

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ચારેબાજુ કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. હાલ રાજકોટ જિલ્લાના સાત તાલુકામાં આજે સામાન્યથી માંડીને ચાર ઈંચ જેવો વરસાદ પડી જતા ઠંડક પ્રસરી છે. રાજકોટમાં એક વીજળી પડવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પ્રથમ નજરે જોનારાઓના દિલના ધબકારા વધારી દે તેવો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં કડાકા ભડાકા સાથે ચારેબાજુ વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટના મવડી વિસ્તારમાં આકાશી નજરો જોઈને કોઈના પણ શ્વાસ અધ્ધર થઈ જાય તેમ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીજળી પડતો વીડિયો ખુબ જ ડરાવણો લાગી રહ્યો છે.

રાજકોટ શહેરની ભાગોળે ઘનઘોર વાદળો વચ્ચે વીજળી પડી હતી. વીજળીના ચમકારાનો LIVE વીડિયો કેમેરામં કેદ થઈ ગયો હતો. રાજકોટના મવડી વિસ્તારનો આ વીડિયો છે. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ સાથે જ જસદણ તાલુકાના ડોડીયાળા ગામે વીજળી પડી હતી. જેનો LIVE વીડિયો સામે આવ્યો છે. ડોડીયાળા ગામમાં ખેતરમાં કામ કરતા મજૂર પર વીજળી પડતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના સાત તાલુકામાં આજે સામાન્યથી માંડીને ચાર ઈંચ જેવો વરસાદ પડી જતા ઠંડક પ્રસરી છે. જિલ્લાના સાત તાલુકા પૈકી ગોંડલમાં 100 મીમી યાને કે 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે જામકંડોરણામાં પોણો ઈંચ, જેતપુર અને લોધિકામાં અર્ધો ઈંચ, રાજકોટ સિટીના અમુક વિસ્તારોમાં ઝાપટા પડયાં હતા. તેમજ પડધરીમાં 1 મીમી વરસાદ પડી ગયો છે. ગોંડલમાં આજના 100 મીમી સહિત સિઝનનો કુલ વરસાદ 415 મીમી નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન