સિક્કાની બીજી બાજુ: કિંજલે જ્યોતિષીને કહ્યુ, દિમાગ હટ્યો તો બાયડી-છોકરા પણ વેંચાઈ જશે - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સિક્કાની બીજી બાજુ: કિંજલે જ્યોતિષીને કહ્યુ, દિમાગ હટ્યો તો બાયડી-છોકરા પણ વેંચાઈ જશે

સિક્કાની બીજી બાજુ: કિંજલે જ્યોતિષીને કહ્યુ, દિમાગ હટ્યો તો બાયડી-છોકરા પણ વેંચાઈ જશે

 | 12:19 pm IST

રાજકોટના જાણીતા જ્યોતિષી શાસ્ત્રી અનંતપ્રસાદ ભટ્ટ વિરૃધ્ધ ફરિયાદ કરનાર કિંજલ પણ ઓછાં લાકડે બળે તેમ નથી. પરસ્પર સમજૂતીથી, પુખ્ત વયે રચાયેલા સંબંધોને જાણે રોકડમાં પરિર્વિતત કરવાની કિંજલની કોશિષ હોય તેવું આ નવ મિનિટની ઓડિયો ક્લિપ પરથી લાગે છે. અહીં કિંજલ શાસ્ત્રીજી સાથે એકદમ આક્રમક ટોનમાં, બૂમ-બરાડા કરીને અને જોહુકમીથી વાત કરે છે. સામા પક્ષે શાસ્ત્રીજી એકદમ નરમ સ્વરમાં વાતચિત કરે છે. એ દિવસે કિંજલે એક લાખ રૃપિયા માંગ્યા હતા, જો કે, એક કરોડની ડિમાન્ડ તો ઉભી જ હતી. પણ એ પહોંચાડી ન શકતા શાસ્ત્રીજીનો દાવ લેવાયો હતો. ભટ્ટ પરિવારના કહેવા મુજબ આવી રીતે આજ સુધીમાં તેઓ વીસ લાખ રૃપિયા કિંજલને આપી ચૂક્યા છે. વાંચો, ઓડિયો ક્લિપના અંશો…

શાસ્ત્રીજી: હલ્લો… કેમ છે પપ્પાને…
કિંજલ: નથી બરાબર, ઓલું શું થયું મેં કીધું તું એનું ?
શાસ્ત્રીજી: શેનું ?
કિંજલ: વ્યવસ્થા કરવાનું કહ્યું હતું ને !
શાસ્ત્રીજી: પણ કેટલા
કિંજલ: એક… બીજા કેટલા ?
શાસ્ત્રીજીઃ ટ્રાય કરું છું….
કિંજલઃ ટ્રાયની હમણાં કહું ઈ… મેં કીધું તું કે બપોર સુધીમાં થઈ જવું જોઈએ… કેમ હજુ ના થયું ? ટ્રાય એટલે અમે મહાણ ભેગા થઈ જાય ત્યાં લગી બસ ટ્રાય જ કરવાની છે ?
શાસ્ત્રીજીઃ શું કરું… ?
કિંજલઃ વ્યવસ્થા… બીજું શું ? મેં કીધું તું ને મને ખોટી ખટપટ ના જોઈએ ?
શાસ્ત્રીજીઃ પછી પાછા કેટલા જોઈએ ? કેટલા દેવા પડે ?
કિંજલઃ મેં તો પહેલાં જ કહી દીધું છે, મારો ફિગર. એમાં મને એક રૃપિયો પણ ઓછો ન જોઈએ. કાલે જ મેં કહ્યું હતું, રોજ પછી પૂછશો તો મારો ફિગર વધતો જશે.
શાસ્ત્રીજીઃ કેટલો ? કેટલો ? મને વિચાર તો કરવા દે…
કિંજલઃ શું વિચાર… પહેલાં વિચાર નહોતો આવ્યો
શાસ્ત્રીજીઃ શું કરવું.
કિંજલઃ વ્યવસ્થા… બીજું શું કરવું.
શાસ્ત્રીજીઃ ત્રેવડ હોવી જોઈએ ને મારી….
કિંજલઃ ઈ મારો પ્રશ્ન નથી…
શાસ્ત્રીજીઃ કેટલો કરવાનો ?
કિંજલ : એક
શાસ્ત્રીજીઃ એક એટલે ? એક લાખ ?
કિંજલઃ એક લાખ હોય ?
શાસ્ત્રીજીઃ ત્રેવડ હોવી જોઈએ ને !
કિંજલઃ ગમે તે કર… ઈ મારો પ્રશ્ન નથી !
શાસ્ત્રીજીઃ આપણે બેઉએ મળીને કરવું જોઈએ ને !
કિંજલઃ જો મારે કોઈ પંચાત નથી જોઈતી ! મારે પૈસા જોઈએ. બીજું ગ્યું હમણાં કઉ ત્યાં. મેં કીધું તું ને કે બપોર સુધીમાં મારે લાખ રૃપિયા જોઈએ ! કીધું તું કે નઈ ? અત્યાર સુધી મેં રાહ જોઈ. હવે હું હમણાં ઘરે જ આવું છુ ં. પૈસા તૈયાર જોઈએ મને. મને બીજી કોઈ ખટપટમાં રસ નથી. હું અર્ધા કલાકમાં ઘેર જ આવું છું.
શાસ્ત્રીજીઃ ઘેર નહીં આવતી…
કિંજલઃ કાં ? શું કામ ! શું કામ ન આવું ? અને મેં જે ફિગર કીધો છે એમાં એક રૃપિયો ઓછો ન જોઈએ. અને ઠાગાઠૈયા કર્યા છે ને તો ફિગર વધારતી જઈશ.
શાસ્ત્રીજીઃ પણ પછી છેલ્લો ફિગર કેટલો એ તો કહે…
કિંજલઃ કીધું છે ને… ઈ એટલો જ
શાસ્ત્રીજીઃ કેટલો ?
કિંજલઃ કરોડ
શાસ્ત્રીજીઃ કેટલો ?
કિંજલઃ એક કરોડ
શાસ્ત્રીજીઃ કેવી રીતે કરીશ ? મરી જઉં તો ય ન કરી શકું
કિંજલઃ જો ભાઈ, રોજની લપ બંધ કરજે… મારો મગજ છટક્યો ને તો હું ત્યાં આવીને ધડબડાટી બોલાવીશ. બંગલાના ઝાડવાય બાળી નાંખીશ. મારો ઠેકાણે છે ત્યાં લગી સારું છે. મારો જો છટકી ગ્યો ને તો કોઈ ભીખ પણ નહીં આપે. એક કલાકમાં આવું છું. મને લાખ રૃપિયા તૈયાર જોઈએ… એમાં એક રૃપિયો ઓછો નહીં ચાલે.
શાસ્ત્રીજીઃ ઘેર આવતી નહીં, મહેરબાની કરીને…
કિંજલઃ શું કામ ?
શાસ્ત્રીજીઃ વિચારવું તો પડે ને…
કિંજલઃ શું વિચારવું પડે ? તારી હમણાં… ઈ મારો પ્રશ્ન છે ? ચાર દિવસથી …. (ગાળ બોલે છે) તને કહું છું… લાખ રૃપિયાની વ્યવસ્થા બે કલાકમાં કરી રાખજે, હું હમણાં આવું છું.
શાસ્ત્રીજીઃ કેવી રીતે કરું ! કંઈ જ ન થઈ શકે !
કિંજલઃ હું ત્રણ દિવસથી કહું છું કે મારે લાખ રૃપિયો જોઈએ. મારે બીજી કોઈ પંચાત નથી સાંભળવી. તો ય મેં બપોર સુધી રાહ જોઈ. ટ્રાયની હમણાં …. (ગાળ બોલે છે) મારે ટ્રાય નથી જોઈતી. લાખ રૃપિયો જોઈએ. મારો જો છટકી ગ્યો ને તો આ બંગલાના પાયા પણ ઉખાડીને ફેંકી દઈશ. કોઈ ભીખ પણ નહીં આપે, ગામમાં તો શું, વિદેશમાં ય કોઈ ભીખ નહીં આપે. મારો સાવ ઠેકાણે નથી મગજ. નથી બાલતી એટલે ! અને તને જે ફિગર કીધો છે તે (એક કરોડ રૃપિયા) એ મંડજે ભેગા કરવા. આપણે કોઈ લપ નથી જોઈતી. જ્યાંથી વ્યવસ્થા કરવી હોય ત્યાંથી કરવા માંડ…
શાસ્ત્રીજીઃ બે-ત્રણ દિવસ મને વિચારવા તો દે…
કિંજલઃ વિચારવાની તો હમણાં …. (ગાળ)
શાસ્ત્રીજીઃ શું કરવું જોઈએ ?
કિંજલઃ પૈસાની વ્યવસ્થા. બીજું કંઈ નહીં.
શાસ્ત્રીજીઃ પછી તું મને લખી દઈશ કે મેં આ તારીખે, આટલા આપ્યા…?
કિંજલઃ મને જ્યારે મારો ફૂલ એન્ડ ફાઈનલ ફિગર મળશે ત્યારે લખી દઈશ… ત્યાં સુધી લખવાની …. (ગાળ) મારો અત્યારે છટકી ગ્યો ને તો હું ત્યાં આવીને ધડબડાટી બોલાવીશ. અત્યારે હું શરીફાઈથી કહું છું એટલામાં સમજી જા. જરાય ઠેકાણે નથી આપણો. તું કિંજલને હજુ ઓળખતો નથી, ઈ જો (પોતે) બગડી ને તો કોઈના બાપની નથી. બધું વેંચાય જશે. બાયડી-છોકરા ય વેંચાઈ જશે. …. (ગાળ) ઉપર … નહીં રહેવા દઉં. … (ગાળ) મારો બાપ ખાટલે પડયો છે એટલે ! કોને મામા બનાવે છે તું ! કોને મામા બનાવે છે ? મેં કીધું એટલું કર. બે કલાકમાં લાખ રૃપિયા તૈયાર જોઈએ. મારે બીજું કંઈ સાંભળવું નથી. બીજી વાતમાં રસ પણ નથી. બરાબર ? નહીંતર ઓલો ફિગર (એક કરોડ) હું વધારતી જઈશ.
શાસ્ત્રીજીઃ કંઈ વિચારવા તો દે !
કિંજલઃ વિચારની હમણાં …. (ગાળ) ઉભો રહે હમણાં તારે ઘેર આવું છું…
શાસ્ત્રીજીઃ હું પણ વ્યવસ્થા કરવા બહાર જઉં છું.
કિંજલઃ શીદ જાય છે ? અને કાલે ક્યાં તડાકા લેવા ગ્યો તો ?
શાસ્ત્રીજીઃ જાવું તો પડે ને…
કિંજલઃ હા તો કેમ વ્યવસ્થા ન કરી બપોર સુધીમાં… મેં કીધું તું ને ? બપોર એટલે… બપોરે બાર વાગ્યે મારે લાખ રૃપિયો જોઈતો હતો. કેમ ન થયો ? હેં ? તમારા ટાઈમ નહોતા સાચવ્યા ? મને બીજી વાતમાં રસ નથી. જ્યાં હોય ત્યાંથી ઘેર પહોંચ બે કલાકમાં હું આવું છું અને જો નહીં હોય ને તો બધું ભેગું જ લઈને આવું છું. છતું કરતાં વાર નહીં લાગે.
(શાસ્ત્રીજી રડે છે…)
કિંજલ) ઃ ઈ મગરમચ્છના આંસુ બીજા પાસે પાડવાનાં… હાલ… આ બધું બંધ કર અને વ્યવસ્થા કરવા માંડ. મોઢામાં મગ ભર્યા છે… ?
શાસ્ત્રીજીઃ શું કરવું , વિચારમાં પડી ગ્યો છું !
કિંજલઃ વિચારની ….. (ગાળ) મને બે કલાકમાં પૈસા જોઈએ… બીજી બધી વાત તેલ પીવા ગઈ…
શાસ્ત્રીજીઃ મને વિચારવા તો દે…
કિંજલઃ મને નથી રસ, મને મારા પૈસા જોઈએ. મારા ફિગરમાં એક રૃપિયો પણ ઘટયો ને તો તારો બંગલો પાડી નાંખુ. પછી કહેજે બધાય ને… આ બધું બંધ કર… બે કલાકમાં આવું છું.