રાજકોટ : ધૂળેટી પર યુવતીની છેડતી કરનારા 4 પકડાયા, એક ભાજપનો કાર્યકર્તા નીકળ્યો - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટ : ધૂળેટી પર યુવતીની છેડતી કરનારા 4 પકડાયા, એક ભાજપનો કાર્યકર્તા નીકળ્યો

રાજકોટ : ધૂળેટી પર યુવતીની છેડતી કરનારા 4 પકડાયા, એક ભાજપનો કાર્યકર્તા નીકળ્યો

 | 8:18 pm IST

રાજકોટમાં ધુળેટીના દિવસે આતંક મચાવનાર ટોળકી આખરે પોલીસના હાથે પકડાઈ ગઈ હતી. યુવતીની સરાજાહેર છેડતી કરી રાજકોટ માટે કલંકરૂપ હરકત કરનાર નઠારા તત્વો મીડિયાના દબાણ હેઠળ પોલીસના સકંજામાં આવ્યા છે. જોકે, તેમા ચોંકાવનારી બાબત એ છે કે, ઝડપાયેલા આરોપીઓનું કનેક્શન ભાજપ સુધી નીકળ્યું છે. તેમજ એક આરોપી તો બહુમાળી ભવન ખાતે આવેલી સરકારી કોલોનીમાં રહેતો હોવાનું પણ બહાર આવ્યું છે.

રાજકોટમાં ધુળેટીના દિવસે યુવતીઓની સરા જાહેર છેડતી કરનાર ટોળકી આખરે પોલીસના સકંજામાં આવી છે. વિડીયો તેમજ સીસીટીવી ફૂટેજના આધારે ચાર આરોપીઓ ઝડપી લેવાયા છે. ઝડપાયેલા આરોપીઓમાં ભાજપના કાર્યકર ગણાતા ભૌમિક જયેશભાઈ મહેતા, દર્શિત કિરીટભાઈ મહેતા, નવલ ધીરુભાઈ મચ્છોયા અને મનીષ હરેશભાઇ રોઈડા નામના આરોપીઓને પ્રદ્યુમ્ન નગર પોલીસે ઝડપી લીધા છે. ચારેય આરોપીઓ પૈકી ભૌમિક ભાજપનો કાર્યકર હોવાનું અને એક મહિલા અગ્રણીનો સગો હોવાનો રોફ પણ મારતો હોવાનું સામે આવ્યું છે. જોકે કેમેરામાં કેદ થયેલા તત્વોને કાયદાનું ભાન પોલીસ કરાવે અને કુકડા બનાવી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી માંગણી ભદ્ર સમાજના લોકો કરી રહ્યા છે.