Rajkot's old man surprised everyone by making a helmet by Desi Jugaad
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: કાઠિયાવાડી ડોસા બાપાનો અસલ દેશી જુગાડ, ટ્રાફિક પોલીસને મેમો ફાડવામાં ચક્કર આવી જાય

VIDEO: કાઠિયાવાડી ડોસા બાપાનો અસલ દેશી જુગાડ, ટ્રાફિક પોલીસને મેમો ફાડવામાં ચક્કર આવી જાય

 | 1:48 pm IST

ટ્રાફિકનાં નવા નિયમો આજથી લાગુ પડ્યા છે અને સવારથી જ નવા નવા કિસ્સા જોવા મળી રહ્યા છે. કોઈનો મેમો ફાટે તો પણ ક્યારેય ન સાંભળ્યા હોય એવા બહાના કાઢતા લોકો જોવા મળે છે. પરંતુ પેલી કહેવત છે કે એમ ઓલ્ડ ઈઝ ગોલ્ડ અને જૂનુ એટલું સોનું.

એ જ રીતે રાજકોટનાં એક કાઠિયાવાડી ડોસા બાપાએ એવો કમાલ કર્યો કે ટ્રાફિક પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ. આ બાપાએ માથે તપેલું બાંધીને હેલ્મેટ બનાવ્યો અને સ્કૂટર લઈ કામે નીકળ્યા હતા. લોકો આ ડોસા બાપાને જોઈને માથું ખંજવાળતા રહ્યા. દેશી જુગાડનો કોઈ તોળ નથી એ વાત આ ડોસા બાપાએ સાબિત કરી દીધી.

રાજકોટ શહેરથી આ વીડિયો સામે આવ્યો છે અને જોવા જેવી વાત એ છે કે આ બાપાનો મેમો ફાડવો કે નહીં. આ વાતનુ નિરાકરણ લાવવામાં કદાચ પોલીસ ખુદ ચક્કરે ચડી ગઈ હશે. પણ ખેર, હાલ તો આ વીડિયો જુઓ અને મજા માણો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન