રાજકોટનો સામાન્ય પરિવારનો બિરેન JEEમાં ઝળક્યો, તેણે આપી સારા માર્કસ લાવવાની ટિપ્સ - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટનો સામાન્ય પરિવારનો બિરેન JEEમાં ઝળક્યો, તેણે આપી સારા માર્કસ લાવવાની ટિપ્સ

રાજકોટનો સામાન્ય પરિવારનો બિરેન JEEમાં ઝળક્યો, તેણે આપી સારા માર્કસ લાવવાની ટિપ્સ

 | 8:47 am IST

રાજકોટના એક અત્યંત સામાન્ય પરિવારના વિદ્યાર્થીએ રાષ્ટ્રીયસ્તરે રાજકોટનું ગૌરવ વધાર્યું છે. ગરીબ પરિવારના પરંતુ અભ્યાસમાં અત્યંત તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડતી સંસ્થા પૂજીત રૃપાણી મેમોરીયલ ટ્રસ્ટના વિદ્યાર્થી બિરેન કારેણા (ઉ.વ.૧૭ રહે.બજરંગવાડી) એ અત્યંત મુશ્કેલ ગણાતી JEEપરીક્ષામાં ઝળહળતી સફળતાં મેળવી છે.

બિરેને JEE મેઈન્સમાં ૩૬૦માંથી ૧૩૦ માર્કસ સાથે ૯૭૧૯મો રેન્ક મેળવી JEE એડવાન્સમાં ૩૬૬માંથી ૧૩૧ માર્કસ મેળવી ૬૧૯૦મો રેન્ક હાંસલ કર્યો છે. જે સાથે તેના માટે આઈઆઈટીના દ્વાર ખુલી ગયા છે. બિરેનની ખ્વાહિશ હવે સોફટવેર એન્જિીનીયર બનવાની છે. રાજયના મુખ્યમંત્રી તથા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૃપાણી અને ટ્રસ્ટી અંજલિબેન રૃપાણીએ બિરેનને ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે પુજીત રૃપાણી મેમોરીયલ ટ્રસ્ટ દર વર્ષે ધો.૭માં ૮પ ટકા કે તેથી વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીની પ્રવેશ પરીક્ષા લઈ ટકાવારી અને તેમની આર્થિક સ્થિતી ધ્યાને લઈ વિદ્યાર્થીઓની પસંદગી કરે છે. ટ્રસ્ટ દ્વારા દત્તક લેવાતા બાળકોને શહેરની શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ અપાવવાથી માંડી ધો.૧ર સુધીનો તમામ ખર્ચ ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવે છે. ટ્રસ્ટના વિદ્યાર્થીઓ ડોકટર, એન્જિીનીયર, અધ્યાપક, ફાર્માસિસ્ટ સહિતની ડિગ્રીઓ મેળવી પગભર બન્યા છે. બિરેનના પિતા કારખાનામાં કામ કરે છે અને નાનો ભાઈ કૃણાલ પણ પૂજીત ટ્રસ્ટનો વિદ્યાર્થી છે જે હાલ ધો.૯માં અભ્યાસ કરે છે.

JEE પાસ થવા ઊપયોગી ટિપ્સ
-રેગ્યુલર મહેનત કરવી જોઈએ
-બને ત્યાં સુધી તૈયારી અંગ્રેજીમાં કરવી
-શિક્ષકોની મદદથી તમારા વીક પોઈન્ટ શોધો
-વીક પોઈન્ટને ધ્યાને રાખી વધુ મહેનત કરો
– ખૂબ પ્રેકટીસ અને ટોપિકનું વારંવાર પુનરાવર્તન કરવું
(નોંધઃ આ ટિપ્સ બિરેને આપી છે. )

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન