Rajkumar Hirani Said He Changed Some Scene in Sanju Film
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાજકુમાર હિરાનીએ કબલ્યું, સંજય દત્તની ઇમેજ સુધારવા ‘સંજૂ’ ફિલ્મમાં કર્યું હતુ કંઇક આવુ

રાજકુમાર હિરાનીએ કબલ્યું, સંજય દત્તની ઇમેજ સુધારવા ‘સંજૂ’ ફિલ્મમાં કર્યું હતુ કંઇક આવુ

 | 1:37 pm IST

બૉક્સ ઑફિસ પર જબરદસ્ત કમાણી કરનારી ફિલ્મ ‘સંજૂ’ વિશે નિર્દેશક રાજકુમાર હિરાનીએ મોટુ રહસ્ય ખોલ્યું છે. હિરાનીએ જણાવ્યું કે, ‘સંજૂ’માં વાસ્તવિકતા કરતા પણ કેટલોક વધારાનો ભાગ જોડવામાં આવ્યો હતો. નિર્દેશકે જણાવ્યું કે સંજય દત્ત માટે ફેલાયેલી નફરતને સહાનુભૂતિમાં બદલવાનાં ઉદ્દેશથી આવું કરવામાં આવ્યું હતુ.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર ફિલ્મનાં શરૂઆતનાં એડિટેડ વર્ઝનને વાસ્તવિકતા અનુસાર જ જેમનું તેમ રાખવામાં આવ્યું હતુ, પરંતુ તેને લોકોએ પસંદ નહતુ કર્યું. ત્યારે રાજકુમાર હિરાનીને લાગ્યું કે સંજૂ ફિલ્મનો નાયક છે અને આપણે તેના પ્રત્યે સહાનુભૂતિ રાખવી પડશે. નિર્દેશકે જણાવ્યું કે ત્યારબાદ ફિલ્મમાં કેટલાક ભાગ જોડવામાં આવ્યા હતા જે તેના શરૂઆતનાં એડિટેડ વર્ઝનમાં નહતા.

ઉદાહરણ તરીકે અદાલતનો નિર્ણય આવ્યા બાદ જ્યારે સંજૂ આત્મહત્યાનો પ્રયાસ કરે છે એ સીન શરૂઆતનાં એડિટેડ વર્ઝનમાં નહતો, તેને પાછળથી એડ કરવામાં આવ્યો છે. કમાણીની વાત કરીએ તો ફિલ્મે સલમાન ખાનની ‘એક થા ટાઇગર’ અને આમિર ખાનની ‘3 ઇડિયટ્સ’ જેવી ફિલ્મોનાં રેકોર્ડ તોડ્યા છે અને ભારતમાં 341 કરોડ 22 લાખ રૂપિયાની કમાણી કરી છે.