Rajkumar Hirani Said I Never Thought that Nawaz Will be Big Actor like He is Today
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ જાણીતા ડિરેક્ટરને નહતુ લાગતુ કે નવાઝુદ્દીન આટલો મોટો અભિનેતા બનશે!

આ જાણીતા ડિરેક્ટરને નહતુ લાગતુ કે નવાઝુદ્દીન આટલો મોટો અભિનેતા બનશે!

 | 2:47 pm IST

બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી નંદિતા દાસનાં દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘મંટો’માં મંટોની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ જાણીતા લેખક-પત્રકાર સઆદત હસન મંટોનાં જીવન પર બની છે. નાના નાના પાત્ર નિભાવતા નવાઝ અત્યારે જે સ્થાને પહોંચ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. બોલીવુડનાં સૌથી ભરોસાપાત્ર અને ‘સંજૂ’ ફિલ્મનાં નિર્દેશક રાજકુમાર હિરાની નવાઝની સફરને આશ્ચર્યથી જુએ છે.

રાજકુમાર હિરાનીએ કહ્યું કે શરૂઆતનાં દિવસોમાં સાથે કામ કરતા તેમણે કલ્પના પણ નહતી કરી કે નવાઝ આટલો પ્રસિદ્ધ થશે. ઉલ્લેખનીય છે કે રાજકુમાર હિરાની સાથે નવાઝુદ્દીને ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં કામ કર્યું હતુ.

રાજકુમાર હિરાનીએ કહ્યું કે, “તેણે સારી એક્ટિંગ કરી હતી અને મે તેને કહ્યું હતું કે, નવાઝ તમે સારા એક્ટર છો. જો કે મે ક્યારેય વિચાર્યું નહતુ કે નવાઝુદ્દીન આટલો મોટો અભિનેતા બની જશે, જે આજે તે છે.”