NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘રાબતા’માં રાજકુમાર રાવનો નવો લુક વાઇરલ, તસવીરો જોઇ તમને પણ થશે આશ્ચર્ય

‘રાબતા’માં રાજકુમાર રાવનો નવો લુક વાઇરલ, તસવીરો જોઇ તમને પણ થશે આશ્ચર્ય

 | 11:53 am IST

અભિનેતા રાજકુમાર રાવ નેશનલવ એવોર્ડ પણ જીતી ચૂક્યો છે, જેથી જાહેર છે કે તેની પ્રતિભા પર કોઇને શંકા નથી. હાલમા જ તેની ફિલ્મ ‘ટ્રૈપ્ડ’ રિલીઝ થઇ હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ કમાલ કરી શકી નહતી. હવે એકવાર ફરીથી રાજકુમાર પોતાની અપકમિંગ ફિલ્મ ‘રાબતા’માં પોતાના નવાં લુકને લઇ ચર્ચમાં છે.

rajkraoinraabta

સુશાંત સિંહ રાજપુત અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘રાબતા’માં રાજકુમાર રાવનો આ નવો લુક જોઇ તમે દંગ રહી જશો. એક ખબર અનુસાર, આ ફિલ્મમાં રાવ 324 વર્ષનાં એક વૃદ્ધની ભૂમિકા ભજવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, હાલમાં જ ફિલ્મ રાબતાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું ,જેમા રાજકુમાર રાવનાં પાત્રની એક જલક દેખાડવામાં આવી હતી.

And here is my Guest appearance from #Raabta.Thank you @georgetroester and our very own #DirtyhandsStudio

A post shared by Raj Kummar Rao (@rajkummar_rao) on

તમને જણાવી દઇએ કે, રાજકુમાર રાવનાં પાત્ર માટે ફિલ્મમેકર દિનેશ વિઝને લોસ એન્જલસથી ખાસ મેક અપ આર્ટિસ્ટને બોલાવ્યા હતાં. રાજકુમાર રાવને 324 વર્ષનાં એક વૃદ્ધનો લુક આપવા માટે લગભગ 6 કલાકનો સમય લાગતો હતો. આ ભૂમિકા માટે રાજકુમાર રાવે ખુબ મહેનત કરી છે.