સુપર મારિયો બની સિદ્ધિઓ ગણાવતા રાજનાથસિંહ, જુઓ video - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 68.0325 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • સુપર મારિયો બની સિદ્ધિઓ ગણાવતા રાજનાથસિંહ, જુઓ video

સુપર મારિયો બની સિદ્ધિઓ ગણાવતા રાજનાથસિંહ, જુઓ video

 | 2:33 pm IST

મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થયા છે બધા મંત્રી પોત પોતાના કામોની વિગતો આપી રહ્યા છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ તેમના મંત્રાલયની વિગતો આપી છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે ગૃહ મંત્રાલયની સિદ્ધિઓ ગણાવી રહ્યો છે. આ વીડિયોની ખાસ વાત તો એ છે કે પ્રખ્યાત વીડિયો ગેમ સુપર મારિયોની જેમ બનાવામાં આવ્યો છે અને રાજનાથ તેમા મારિયો બન્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ 2 મિનિટ 15 સેકેન્ડના આ વીડિયોમાં રાજનાથસિંહ ગેમની શરૂઆત 2014ની લોકસભાની ચુટણીથી કરે છે. વીડિયોમાં ગૃહ મંત્રાલયની ઘણી યોજનાઓ અને સિદ્ધિઓ બતાવવામાં આવી છે. લોકોમાં આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.