Rajnath Singh Speaks To Army Chief Bipin Rawat Over Border Tension In Kashmir
  • Home
  • Featured
  • PoKમાં એક્શન લઇ સેનાએ ધોળા દિવસે પાકિસ્તાનને દેખાડી દીધા તારા, પાક. બોલ્યું કે…

PoKમાં એક્શન લઇ સેનાએ ધોળા દિવસે પાકિસ્તાનને દેખાડી દીધા તારા, પાક. બોલ્યું કે…

 | 3:38 pm IST

જમ્મુ-કાશ્મીરના તંગધાર સેકટરમાં પાકિસ્તાનના ગોળીબાર બાદ ભારતીય સેનાની જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખતા રક્ષા મંત્રાલય પણ એલર્ટ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ મામલા પર સતત સેના પ્રમુખ બિપિન રાવતથી સંપર્કમાં છે. તો પાકિસ્તાને પણ સ્વીકાર કર્યો છે કે ભારતના હુમલામાં તેને ભારે નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ફાયરિંગની આડમાં આતંકીઓને ઘૂસાડવાની કોશિષ ત્યારે કરી છે જ્યારે સોમવારના રોજ રક્ષા મંત્રી અને આર્મી ચીફ લદ્દાખના પ્રવાસે જવાના છે.

નષ્ટ થઇ ગયા આતંકવાદીઓના લોન્ચ પેડ્સ

પાકિસ્તાની સૈનિકોએ આજે સવારે આતંકવાદીઓને ભારતીય સરહદમાં પ્રવેશ કરાવા તનતોડ મહેનત કરી અને આતંકીઓને ઘૂસાડવા કવરઅપ કરવા મટે તાબડતોડ ફાયરિંગ કર્યું. તેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) સ્થિત આતંકવાદીઓના લોન્ચ પેડ્સને જ નિશાન બનાવાનું શરૂ કર્યું. રિપોર્ટસના મતે આ કાર્યવાહીમાં પીઓકેમાં 7 આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા. ભારતીય સેનાના ગોળીબારમાં 22 આતંકીઓ અને 11 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યાના સમાચાર છે.

પાકિસ્તાનને થયેલા નુકસાનની આકરણી કરી રહ્યું છે: સેના

સેનાએ એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાને તંગધાર સેકટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. ભારતીય સૈનિકોએ પ્રભાવિત રીતે જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાનમાં જાનમાલને ભારે નુકસાન થયું છે. ભારતની તરફથી જવાબી ગોળીબાર ચાલુ છે. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે એકબાજુ નુકસાનની સાચી આકરણી કરાઇ રહી છે.

લદ્દાખ જવાના છે રાજનાથ અને રાવત

આ ઘટના લદ્દાખમાં સામરિક રીતે મહત્વપૂર્ણ એક પુલનું ઉદ્ધાટન કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને થલ સેના અધ્યક્ષ બિપિન રાવતના સોમવારના રોજ થનાર પ્રવાસના એક દિવસ પહેલાં આ ઘટના બની. રાજનાથ સિંહ અને રાવત લેહમાં દરબુકને ચીન સરહદથી લાગેલ LAC પાસે દૌલત બેગ ઓલ્ડીથી જોડનાર નવા રસ્તા પર સામરિક રીતે મહત્વપૂર્ણ પુલનું ઉદ્ધાટન કરવા સોમવારના રોજ પૂર્વોત્તર લદાખનો પ્રવાસ કરવાના છે. પુલનું નામ ભારતીય સેનાના પ્રતિષ્ઠિત સૈનિક કર્નલ શેવાંગ રિનશેનના નામ પર રખાયું છે. કર્નલ લદ્દાખના રહેવાસી હતા.

પાકિસ્તાનનું નિવેદન

પાકિસ્તાને પણ માન્યું કે ભારતીય સેનાની કાર્યવાહીથી પીઓકેમાં ભારે નુકસાન થયું છે. પરંતુ તેમણે પોતાના ઠાર થયેલા સૈનિકોની સંખ્યા માત્ર એક બતાવી છે. પાકિસ્તાની સેનાના મીડિયા વિંગે મૃતક સૈનિકનું નામ લાંસ નાયક જાહિદ બતાવ્યું છે. સાથો સાથ તેમણે બે સૈનિકો ઘાયલ થયાની વાત કહી છે. જો કે તેમણે આતંકી ઠેકાણાઓ પર થયેલ કાર્યવાહીમાં નુકસાન પર મૌન ધારણ કરી રાખ્યું છે.

ભારતીય સેનાએ રવિવારના રોજ કહ્યું કે પાકિસ્તાન ગોળીબારની આડમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ઘૂસણખોરી કરાવાની ફિરાકમાં હતુ પરંતુ સેનાએ સ્થળ પર જ એવો જડબાતોડ જવાબ આપ્યો અને પીઓકેમાં આતંકી કેમ્પોને પણ નષ્ટ કરી દેવાયા. રવિવાર સવારે પાકિસ્તાને ઉશ્કેરણી વગર જ ફાયરિંગ શરૂ કરી દીધું જેમાં બે ભારતીય સૈનિક શહીદ થઇ ગયા. તેની સાથે જ એક નાગરિકનું પણ મોત થયું અને બીજા ત્રણ ઘાયલ થયા છે. ત્યારબાદ ભારતીય સેનાએ આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો. ભારતીય સેનાએ નીલમ ઘાટીના આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા.

આ વીડિયો પણ જુઓ – ગીર સોમનાથ જિલ્લામાં યુવકની પીટાઈનો વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન