NIFTY 9,794.15 +83.35  |  SENSEX 31,449.03 +235.44  |  USD 64.1150 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કાશ્મીરીઓ ભારતીય છે તેમને સુરક્ષા આપો, રાજનાથસિંહની રાજ્યોને સૂચના

કાશ્મીરીઓ ભારતીય છે તેમને સુરક્ષા આપો, રાજનાથસિંહની રાજ્યોને સૂચના

 | 7:15 pm IST

કાશ્મીરમાં પથ્થરબાજીના મેરઠ અને રાજસ્થાનમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. મેરઠમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોસ્ટર્સ લગાયાં છે જ્યારે રાજસ્થાનની મેવાડ યુનિર્વિસટીમાં કાશ્મીરી વિદ્યાર્થીઓને મારપીટ કરાઈ છે. કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથસિંહે આ ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે અને કહ્યું છે કે કાશ્મીરીઓ પણ ભારતીય છે. તેમને સુરક્ષા આપવા રાજ્યોનો સૂચના આપવામાં આવી છે. કાશ્મીરી વિદ્યાર્થીઓને મારપીટના મામલે રાજનાથસિંહે ચિંતા દર્શાવી છે અને કાશ્મીરીઓ સાથે ગેરવર્તન કરનાર સામે કડક પગલાં લેવા આદેશ આપ્યા છે. રાજનાથસિંહે કહ્યું કે તમામ રાજ્યો કાશ્મીરનાં લોકોની સુરક્ષા કરે. તેઓ અન્ય લોકોની જેમ ભારતીય નાગરિકો છે. મેરઠમાં કાશ્મીરીઓ વિરુદ્ધ લગાવવામાં આવેલાં પોસ્ટર્સમાં તેમને શહેર છોડવા તાકીદ કરાઈ છે. ગયા અઠવાડિયે મેવાડ યુનિર્વિસટીમાં કેટલાંક લોકોએ ૬ કાશ્મીરી વિદ્યાર્થીઓને મારપીટ કરી હતી.

કાશ્મીરીઓને આપણા ભાઈઓ સમજવા અપીલ
રાજનાથસિંહે કાશ્મીરીઓને આપણા ભાઈઓ સમજવા અપીલ કરી છે. કેટલાંક સ્થળે કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કરાઈ રહ્યું છે. હું મારા સાથી પ્રધાનોને આ બધું રોકવા અપીલ કરુંં છું. અમે ગૃહસચિવોને એડવાઈઝરી જાહેર કરવા આદેશ આપ્યા છે. મારી તમામ ભારતીયને અપીલ છે કે તેઓ કાશ્મીરનાં લોકોને તેમનાં ભાઈઓ સમજે. તેઓ પણ દેશના નાગરિક છે. દેશના વિકાસમાં અન્યોની જેમ તેમની મહત્ત્વની ભૂમિકા છે. તેઓ આપણા પરિવારનો એક હિસ્સો છે.

મેરઠમાં કાશ્મીરીઓ વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યાં
મેરઠ-દેહરાદૂન હાઈવે પર થોડા દિવસો પહેલાં કાશ્મીરીઓ વિરુદ્ધ પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં હતાં, જેમાં તેમને રાજ્ય છોડીને કાશ્મીર ચાલ્યા જવા ફરમાન કરાયું છે. આ હોર્ડિંગ્સ ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાનાં નામે લખવામાં આવ્યાં છે. જેમાં ૩૦ એપ્રિલ પછી યુપીમાં કાશ્મીરીઓ વિરુદ્ધ હુમલા કરવાનો ઉલ્લેખ છે. ૪ માર્ચ ૨૦૧૪ના રોજ ભારત- પાકિસ્તાન ક્રિકેટ મેચ વખતે કાશ્મીરી વિદ્યાર્થીઓએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યાનો તેમના પર આરોપ છે.

મેવાડ યુનિર્વિસટીમાં વિદ્યાર્થીઓને મારપીટ
રાજસ્થાનનાં ચિત્તોડગઢની મેવાડ યુનિર્વિસટીમાં કાશ્મીરી વિદ્યાર્થીઓને મારપીટ કરવામાં આવી હતી, જેમાં ૬ કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘવાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ૧૯ એપ્રિલની રાત્રે કાશ્મીરી વિદ્યાર્થીઓ કેટલીક ચીજો ખરીદવા માર્કેટમાં ગયા ત્યારે કેટલાંક અજાણ્યાં લોકોએ તેમને મારપીટ કરી હતી. તેમની ફરિયાદને આધારે અજાણ્યાં લોકો સામે કેસ કરાયો છે.