Rajnikant to get off Uttar Pradesh bridge till Isro contacts Vikram lander
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ચંદ્રયાન-2 માટે રજનીકાંત હઠે ચઢ્યો, પૂલ પર ચડીને કહ્યું કે સંપર્ક નહી થાય ત્યાં સુધી…

VIDEO: ચંદ્રયાન-2 માટે રજનીકાંત હઠે ચઢ્યો, પૂલ પર ચડીને કહ્યું કે સંપર્ક નહી થાય ત્યાં સુધી…

 | 3:44 pm IST

સુપરસ્ટાર રજનીકાંત પોતાની ફિલ્મોમાં સ્ટંટ માટે જાણીતો છે. તમે બધા એને ઓળખો પણ છો. જો કે સ્ટન્ટની વાત કરવામાં આવે ત્યારે ઉત્તરપ્રદેશના રજનીકાન્તનું નામ પણ ભૂલવું ન જોઈએ. તે રિયલ લાઈફનો હીરો છે. અહીંયા જે રજનીકાંતની વાત કરવામાં આવી રહી છે તે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજનાં માંડાનો વતની છે. તે તાજેતરમાં ભારતીય રાષ્ટ્રધ્વજની સાથે પ્રયાગરાજમાં નવા યમુના પુલના સ્તંભ ઉપર ચડ્યો હતો.

બરાબર 10 દિવસ પહેલાં ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ઉતરતા પહેલા ઇસરોનો સંપર્ક ગુમાવ્યો હતો. ત્યારથી ઇસરો વિક્રમ લેન્ડર સાથે ફરીથી કનેક્ટ થવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. ચંદ્ર મિશનને લઈને આ ઝટકો રજનીકાંત માટે ખૂબ આઘાત ભર્યો હતો. તેથી તે સોમવારે એટલે કે 16 સપ્ટેમ્બરે રાત્રે પુલના થાંભલા પર ગયો. આ જાહેર પ્રદર્શનને પગલે ઘણા લોકો પુલ નીચે આવ્યા અને ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.

બ્રિજ પર કલાકો ગાળ્યા પછી છેવટે રજનીકાંતે લોખંડની પ્લેટ દ્વારા પુલ નીચેવા લોકોને એક લેખિત નોંધ આપી. નોંધમાં લખ્યું હતું કે, “ચંદ્રયાન 2નો વિક્રમ લેન્ડર સાથે સંપર્ક જ્યા સુધી નહીં થાય ત્યા સુધી હું ચંદ્રદેવને પ્રાર્થના કરતો રહીશ-રજનીકાંત. ” સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો સારી સારી કોમેન્ટો કરી રહ્યા છે અને વીડિયોને શેર કરી રહ્યા છે. તો તમે પણ જુઓ આ રજનીકાંતનો વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન