- Home
- Entertainment
- Bollywood
- રજનીકાંત અને અક્ષય કુમારની આ ફિલ્મનું ટીઝર થઈ ગયું લીક

રજનીકાંત અને અક્ષય કુમારની આ ફિલ્મનું ટીઝર થઈ ગયું લીક

સુપરસ્ટાર રજનીકાંત, અક્ષય કુમાર અને ઐમી જૈક્સનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મનું ટીઝર ઑનલાઇન લીક કરી દેવામાં આવ્યું છે. રવિવાર સવાર સુધી આ વિડીયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો હતો. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ એક ટ્વિટ કરીને ટીઝરનાં લીક થવાની જાણકારી આપી હતી.
રમેશ બાલાએ કહ્યું કે, ફિલ્મનું ટીઝર લીક થવાને કારણે તેઓ અચંબિત છે. તેમણે કહ્યું કે આવી પરિસ્થિતિમાં ફિલ્મમેકર્સ શું પગલા ભરી શકે છે.
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘જાણીને નવાઇ લાગી કે ફિલ્મ ‘2.0’નું ટીઝર લીક થઇ ગયું છે. આશા છે કે ફિલ્મની ટીમ આની વિરુદ્ધ સખત પગલા ભરશે. મોટેભાગે આવા સમયે ફિલ્મની ટીમ ઑફિશિયલ ટીઝર જલ્દી રિલીઝ કરીને નુકશાનની ભરપાઇ કરતી હોય છે. જો કે એ ખબર નથી કે ફિલ્મની ટીમ અત્યારે ટીઝર રિલીઝ કરવાની સ્થિતિમાં છે કે નહીં.’
‘2.0’ અક્ષય કુમારની પ્રથમ તમિલ ફિલ્મ છે. ફિલ્મ મેકર્સ પોતાની આ ફિલ્મનાં પ્રમોશનમાં કોઇપણ પ્રકારની ઉણપ રહેવા દેવા નથી માંગતા. આ કારણે તેમણે થોડાક સમય પહેલા દુબઇમાં ફિલ્મનું મ્યુઝિક લૉન્ચ કર્યું હતું. આ ફિલ્મનું બજેટ 400 કરોડ રૂપિયા છે. ફિલ્મનાં ગીતો એ.આર. રહેમાન દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યા છે.