- Home
- Videos
- Featured Videos
- પવનની ગતિએ જતા ઘોડા પર યુવકનો ઝળક્યો દેશપ્રેમ, VIDEO જોઈ દેશભક્તિનો રંગ લાગશે

પવનની ગતિએ જતા ઘોડા પર યુવકનો ઝળક્યો દેશપ્રેમ, VIDEO જોઈ દેશભક્તિનો રંગ લાગશે
આમ તો સ્ટંટ કરતા કેટલાય યુવાનોને તમે જોયા હશે અને તેસ્ટંટ જીવના જોખમે કરતા હોય છે. પરંતુ રાજકોટ જિલ્લાના જેતપુરનો આ યુવાન દિવ્યારાસિંહ ઘોડા પર સ્ટંટ કરે છે. આ સ્ટંટ શુ કામ કરે છે, તેના પાછળ પણ એક કહાની છે.
વીડિયોમાં દેખાતા યુવાનનું નામ દિવ્યરાજસિંહ ઝાલા છે અને તે જેતપુરનો છે. અને તે કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. દિવ્યરાજસિંહને બોર્ડ પર તહેનાત જવાનોની જેમ દેશ માટે કંઈક કરવાની ભાવના હતી. જોગાનુંજોગ તે બોર્ડર પર જઈ નથી શકતો પણ પોતાના શહેરમા રહી દેશ પ્રેમ વધારવા અને દેશ પ્રત્યેનો પ્રેમ લોકોમા ઉજાગર થાય તે માટે તેને ઘોડા પર સ્ટંટ કરવાનું શરૂ કર્યું છે.
જેતપુરનો આ યુવક પોતે છુટા હાથે ઘોડા પર ઉભો રહે છે અને એક હાથમાં ત્રિરંગો અને બીજા હાથેથી ભારતમાંને સલામ આપી રહ્યો છે. ઘોડા પર ઉભું રહેવુ ખુબજ મુશ્કેલ છે અને આ યુવાન તો પોતે ઘોડા પર ઉભો તો રહે છે, પરંતુ લગામ છોડીને આ સ્ટંટ કરી રહ્યો છે. છેલ્લા 4 વર્ષથી પોતે આ પ્રેક્ટિસ પોતાની જાતે કરી રહ્યો છે. અને આ સ્ટંટ કરવા પાછળ તેનો માત્ર હેતુ એટલો જ છે કે તે લોકોમા દેશ ભાવના જગાડી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન