Rajpal's Wife Give Birth of Child Girl
  • Home
  • Entertainment
  • Bollywood
  • 47 વર્ષની ઉંમરે ફરી પિતા બન્યો રાજપાલ યાદવ, દીકરીનો જન્મ

47 વર્ષની ઉંમરે ફરી પિતા બન્યો રાજપાલ યાદવ, દીકરીનો જન્મ

 | 3:45 pm IST

અભિનેતા રાજપાલ યાદવ અને તેમની પત્ની રાધા યાદવનાં ઘરે સારા સમાચાર આવ્યા છે. નવરાત્રિનાં શુભ દિવસોમાં રાજપાલ યાદવનાં ઘરે કિલકારીઓ ગુંજવા માંડી છે. રાજપાલ યાદવની પત્નીએ દીકરીને જન્મ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજપાલ યાદવ બોલીવુડમાં પોતાની જોરદાર કૉમેડી દ્વારા ઓળખાય છે.

રાજપાલ યાદવની એક બીજી છોકરી પણ છે. તેમણે પોતાની મોટી દીકરીનો ફૉટો શેર કર્યો છે, જેમાં તેમની દીકરીએ BIG SISTER નામની ટી-શર્ટ પહેરેલી છે. તેમણે લખ્યું કે, ‘મારી નાનકડી દીકરી હવે મોટી બહેન બની ગઈ છે. આ નવરાત્રિનાં શુભ દિવસોમાં ઘરમાં એક નાનકડી પરીએ જન્મ લીધો.’

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાજપાલ યાદવ પંજાબી ફિલ્મ ‘ચંદીગઢ અમૃતસર ચંદીગઢ’માં જોવા મળશે. આ ફિલ્મમાં ગિપ્પી ગ્રેવાલ અને સરગુન મેહતા લીડ રૉલમાં જોવા મળશે. તેઓ ‘ટોટલ ધમાલ’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગણ, અનિલ કપૂર અને માધુરી દીક્ષિત પણ મહત્વનાં પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં રીતેશ દેશમુખ અને અરશદ વારસી પણ જોવા મળશે. આ ફિલ્મ 7 ડિસેમ્બર 2018નાં રોજ રીલીઝ થશે.