ચૂંટણી ટાણે રૂપાણી સરકારની ચિંતામાં વધારો, વધુ એક દિગ્ગજ જ્ઞાતિએ માંગી અનામત - Sandesh
  • Home
  • Gandhinagar
  • ચૂંટણી ટાણે રૂપાણી સરકારની ચિંતામાં વધારો, વધુ એક દિગ્ગજ જ્ઞાતિએ માંગી અનામત

ચૂંટણી ટાણે રૂપાણી સરકારની ચિંતામાં વધારો, વધુ એક દિગ્ગજ જ્ઞાતિએ માંગી અનામત

 | 8:07 pm IST

આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠાઓને અનામત આપવા માટેનું બિલ સર્વાનુમતે પ્રસાર કરવામા આવ્યો હતો. ભાજપા-શિવસેનાની ગઠબંધન સરકારે રજૂ કરેલા બિલને કોંગ્રેસ-એનસીપી સહિત તમામ પાર્ટીઓએ સમર્થન આપ્યું હતું. હવે મરાઠાઓને અભ્યાસ અને નોકરીમાં 16% અનામત મળી શકશે. મરાઠાઓ માટે આજનો દિવસ જશ્નનો દિવસ હતો પરંતુ તેમની ખુશીના પડઘા ગુજરાતમાં પડી રહ્યાં છે અને રૂપાણી સરકાર માટે એક નવી ચિંતાને  જન્મ આપ્યો છે. 

રૂપાણી સરકાર સામે પાછલા સાડા ત્રણ વર્ષથી પાટીદાર અનામતને અનામત આપવાનો પડકાર રહેલો છે. હજું આ પ્રશ્ન ઉકેલાયો નથી તેવામાં ગુજરાત સરકારની ચિંતામાં વધારો થયો છે. મરાઠાઓને અનામત મળ્યા બાદ ગુજરાતમાં વધુ એક સવર્ણ જાતિ એટલે કે, ક્ષત્રિય જાતિએ અનામત માટેની માંગ કરી છે. આમ ગુજરાતમાં પાટીદારો બાદ રાજપૂત સમાજ અનામત માટે આજે એટલે કે, ગુરૂવારે ઓબીસી પંચના દરવાજા ખટખટાવીને પોતાના ઈરાદાઓ જગજાહેર કરી નાંખ્યા છે.

સામે આવી રહેલ ચૂંટણીઓની તૈયારીમાં પડેલી રૂપાણી સરકાર સામે વધુ એક સમસ્યા મોઢૂ ફાડીને ઉભી છે કારણ કે, ગુજરાતમાં પાટીદારોની જેમ રાજપૂત સમાજનો પણ એક દબદબો છે. ગુજરાત સરકારમાં પણ રાજપૂત સમાજના દિગ્ગજો બિરાજમાન છે. હોમ મીનિસ્ટર અને શિક્ષણ મંત્રી રાજપૂત સમાજમાંથી આવે છે. ગુજરાતમાં 6 ટકા ક્ષત્રિય મતદારોની સીટ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. તેવામાં ગુજરાત સરકારની ચિંતામાં વધારો થાય તે સ્વભાવિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન