ઘરે જ બનાવો 'રાજસ્થાની મિર્ચી પકોડા', આંગળા ચાટતા રહી જશે બધા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Lifestyle
  • ઘરે જ બનાવો ‘રાજસ્થાની મિર્ચી પકોડા’, આંગળા ચાટતા રહી જશે બધા

ઘરે જ બનાવો ‘રાજસ્થાની મિર્ચી પકોડા’, આંગળા ચાટતા રહી જશે બધા

 | 7:46 pm IST

સામગ્રી
મરચાં ભરવા માટે
ચાર લાંબાં ભરવાનાં લીલાં મરચાં
ચાર મિડિયમ બાફેલા બટાટા
કોથમીર ઝીણી સમારેલી
એક ચમચી જીરું
એક ચમચી લાલ મરચું
મીઠું સ્વાદ અનુસાર
પકોડા બનાવવા માટે
એક વાડકી ચણાનો લોટ
મીઠું સ્વાદ અનુસાર
પા ચમચી અજમો

રીત
સૌ પ્રથમ મરચાને વચ્ચેથી ચીરીને એનાં બી કાઢી નાખો અને બે મિનિટ માટે ગરમ પાણીમાં પલાળીને બહાર કાઢી લો. હવે બાફેલા બટાટાને છૂંદીને એમાં મીઠું, મરચું, જીરું, સમારેલી કોથમીર અને આદુની પેસ્ટ ઉમેરો. બટાટાનું આ પૂરણ મરચાની અંદર ભરો અને સાથે મરચાની ફરતે પણ એનાથી કોટિંગ કરો. હવે એક તપેલીમાં ચણાનો લોટ લઈ એમાં મીઠું, અજમો અને પાણી ઉમેરી ઘોળ બનાવો. એ પછી એક કડાઈમાં તેલ લઈ ગૅસ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં સ્ટફ કરેલા મરચાને ચણાના લોટના ઘોળમાં બોળીને ફ્રાય કરો. પકોડા સહેજ બ્રાઉનિશ ગોલ્ડન રંગ પકડે એટલે એને ગૅસ પરથી ઉતારીને ફુદીનાની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન