Today Rajya Sabdha Deputy chairman election 2018
  • Home
  • Featured
  • રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણી: NDAના ઉમેદવાર હરિવંશ સિંહની જીત

રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણી: NDAના ઉમેદવાર હરિવંશ સિંહની જીત

 | 8:40 am IST

રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન પદ માટે યોજાયેલ ચૂંટણીમાં NDAના ઉમેદવાર હરિવંશ સિંહ 122 મત સાથે જીતી ગયા. જ્યારે વિપક્ષના ઉમેદવાર હારી ગયા. આંકડાની દ્રષ્ટિથી રાજ્યસભા સાંસદ હરિવંશ નારાયણની જીત પહેલેથી નક્કી મનાય રહી હતી.

ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે અમે હારતી બાજી નથી રમતા. અમારી પાસે બહુમતીનો આંકડો છે. અમારી જીત નક્કી છે. બીમારી બાદ પહેલી વખત અરૂણ જેટલી રાજ્યસભામાં ઉપસ્થિત છે. 26 વર્ષ બાદ ઉપસભાપતિ પદ માટે ચૂંટણી થઇ રહી છે. ઉચ્ચસ સદનની કાર્યવાહી શરૂ થતાં જ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે દળગત રાજનીતિથી ઉપર ઉઠી વોટિંગ કરો.

રાજ્યસભામાં રાજકીય જંગનું રણશિંગું ફૂંકાઇ ગયું છે. એનડીએની તરફથી જદ(યુ)ના રાજ્યસભા સાંસદ હરિવંશ નારાયણ સિંહ જ્યારે વિપક્ષની તરફથી કૉંગ્રેસના સાંસદ બી.કે. હરિપ્રસાદ મેદાનમાં છે.

ભારતીય જનતા પાર્ટી (ભાજપા) અને કૉંગ્રેસ બંને જીતનો દાવો કરી રહ્યાં છે, પંરતુ બીજુ જનતા દળની તરફથી હરિવંશ સિંહના સમર્થન કરવાના એલાન બાદ એનડીએનો પ7 મજબૂત દેખાઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે રાજ્યસભામાં સભ્યોની હાલની સંખ્યા 244 છે. ભાજપના ગણિત પ્રમાણે હરિવંશ સિંહને રાજ્યસભાના 126 સભ્યોનું સમર્થન મળવા જઇ રહ્યું છે. ત્યાં વિપક્ષના આંકડા કહે છે કે કૉંગ્રેસના ઉમેદવાર હરિપ્રસાદને 111 વોટ મળવાની શકયતા છે.

હરિવંશ સિંહને એનડીએના 91 સભ્યોના મત મળવાનું નક્કી છે. ભાજપને આશા છે કે ત્રણ નામાંકિત સભ્યો સિવાય સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ અમર સિંહનું પણ સમર્થન મળશે. સાથો સાથ AIADMKના 13, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના 6, વાઇએસઆર કૉંગ્રેસના 2, અને INLDના એક સભ્યનું સમર્થન મળવાની આશા છે. આ તમામને જોડી કુલ વોટ 117 થઇ રહ્યાં છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજદ પ્રમુખ નવીન પટનાયકને પણ જદયુ સભ્યનું સમર્થન મળવાની ઘોષણા કરી છે. બીજદના 9 સાંસદોના સમર્થન બાદ એનડીએ ઉમેદવારના વોટ 126 થઇ જશે.

કૉંગ્રેસનો દાવો અને સંખ્યાબળ
સંખ્યાબળની દ્રષ્ટિથી યુપીએના ઉમેદવારનું પલ્લું હલકું દેખાઇ રહ્યું છે. હરિપ્રસાદને કૉંગ્રેસના 61 વોટો સિવાય તૃણમૂલ કૉંગ્રેસ અને સપાના 13-13, ટીડીપીના 6, માકપાના 5, બસપા અને દ્રમુકના 4-4, ભાકપાના 2 અને જેડીએસના 1 સભ્યનું સમર્થન મળવાની આશા છે. તેને જોડવા પર આ સંખ્યા 109 થાય છે. જો એક નામાંકિત અને એક નિર્દલીય સભ્યએ પણ સમર્થન કરી દીધું તો આ સંખ્યા 111 સુધી જ પહોંચે છે.

જ્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે સમર્થન માટે નીતીશ કુમારના અનુરોધને ઠુકરાવી દીધો છે અને મતદાનમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે પીડીપીની તસવીર હજુ સુધ સ્પષ્ટ થઇ નથી.

NDAના ઉમેદવાર હરિવંશની સાથે કોણ (જાદુઇ આંકડો 123)

NDA 91
BJD 09
TRS 06
INLD 01
AIADMK 13
મનોનીત પદ 03
અમર સિંહ 01
YSR કૉંગ્રેસ 02

કૉંગ્રેસના ઉમેદવાર હરિપ્રસાદની સાથે કોણ (જીત માટે જરૂરી 123 વોટ)
UPA 61
TMC 13
SP 13
BSP 04
DMK 04
CPM 05
CPI 02
JDS 01
TDP 06
નિર્દલીય 01
મનોનીત 01

244ના સભ્યોના ગૃહમાં જીતવા માટે 123 નંબર જોઇએ. જોકે કેટલાંક ગેરહાજર સભ્યોના લીધે આ સંખ્યા ઘટી પણ શકે છે. બીજેડીની સાથે આવવાથી એનડી 123નો આંકડો સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. જ્યારે યુપીએને 111 થી 118 વોટ જ મળતા દેખાઇ રહ્યાં છે.