Rajya Sabha Deputy Chairman Election: Congress B.K.Hariprasad vs NDA Harivansh
  • Home
  • Featured
  • રાજ્યસભા: કૉંગ્રેસના બી.કે.હરિપ્રસાદ vs હરિવંશ, જાણો સંખ્યાબળની દ્રષ્ટિએ કોણ કયાં?

રાજ્યસભા: કૉંગ્રેસના બી.કે.હરિપ્રસાદ vs હરિવંશ, જાણો સંખ્યાબળની દ્રષ્ટિએ કોણ કયાં?

 | 12:41 pm IST

રાજ્યસભાના ઉપસભાપતિ માટે 9મી ઑગસ્ટના રોજ થનાર ચૂંટણીમાં મુકાબલો સીધો એનડીએ વર્સીસ કૉંગ્રેસનો થઇ ગયો છે. કૉંગ્રેસે બુધવારના રોજ હરિપ્રસાદને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યાં એનડીએની તરફથી જેડીયુ નેતા હરિવંશ ઉપસભાપતિના ઉમેદવાર છે. આંકડાની રમતમાં હાલ ભાજપના નેતૃત્વમાં એનડીએને વૃદ્ધિ મળતી દેખાય રહી છે. પહેલાં અંદાજ લગાવામાં આવી રહ્યો હતો કે યુપીએ એનસીપીની વંદના ચૌહાણને ઉમેદવાર બનાવી શકે છે. પરંતુ છેલ્લી ક્ષણોમાં હરિપ્રસાદને ઉમેદવાર તરીકે જાહેર કરાયા.

આનંદ શર્મા એ કરી કૉંગ્રેસ ઉમેદવારની જાહેરાત
વરિષ્ઠ કૉંગ્રેસ નેતા આનંદ શર્માએ બી.કે.હરિપ્રસાદને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. પોતાની ઉમેદવારીની જાહેરાત બાદ હરિપ્રસાદે કહ્યું કે પાર્ટીએ કંઇક સમજી-વિચારીને જ તેમનું નામ આ પદ માટે આગળ વધાર્યું છે. તેમણે કહ્યું કે અમે તમામ વિપક્ષી દળો સાથે વાત કરીશું અને આગળની રણનીતિ પર ચર્ચા કરીશું.

એનડીએના ઉમેદવાર હરિવંશે ફોર્મ ભર્યું
બીજીબાજુ એનડીએ ઉમેદવાર હરિવંશે રાજ્યસભા ઉપસભાપતિ પદ માટે બુધવારના રોજ નોમિનેશન દાખલ કર્યું છે. તેમણે નોમિનેશન ફોર્મ ભરતા સમયે આખા એનડીએને એકતા દેખાડી. શિવસેનાના નેતા પણ હરિવંશ નોમિનેશન ફોર્મ ભરી રહ્યા હતા ત્યારે હાજર રહ્યાં હતા.

આંકડોમાં એનડીએને વૃદ્ધિ
જો રાજ્યસભામાં નંબરની વાત કરીએ તો આ કેસમાં એનડીએને સંખ્યાબળ મળતું દેખાઇ રહ્યું છે. રાજ્યસભામાં ભાજપનો સ્કોર 116 સુધી પહોંચ્યો છે. બીજેડીના સાંસદોના સમર્થન બાદ આ આંકડો 123 થશે. ભાજપના મેનેજરોનો પ્રયાસ 125-128 મત પ્રાપ્ત કરવાનું કહ્યું છે. બીજેડીના સમર્થન વગર ભાજપ યુપીએ કરતાં પાછળ જ રહેશે. બીજુ જનતા દળ આ નિર્ણયમાં અગત્યનું ફેકટર હશે. કહેવાઇ રહ્યું છે કે બીજેડી પ્રમુખ અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અનૌપચારિક વાતચીતમાં એનસીપી નેતા શરદ પવારને કહ્યું છે કે યુપીએ સમર્થનને લઇ તેની પાર્ટીથી કોઇ વાત કહી નથી, આથી તેમણે નીતીશ કુમારના ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જો એઆઇએડીએમકે (13), બીજેડી (નવ), ટીઆરએસ (6), અને વાઇએસઆર કૉંગ્રેસ (2)નું સમર્થન એનડીએને મળી જાય છે તો તેની પાસે 126 મત થઇ જશે. ગૃહમાં ભાજપના 73 અને કૉંગ્રેસના 50 સભ્ય છે. ભાજપના સહયોગી જેડીયુ, શિવસેના અને અકાલી દળના ક્રમશ: છ અને ત્રણ-ત્રણ સભ્ય છે.

નંબર ગેમમાં યુપીએ પાછળ
આપને જણાવી દઇએ કે યુપીએની પાસે 118 વોટ છે. તમામ પાર્ટીઓએ કૉંગ્રેસને એનડીએ ઉમેદવારની વિરોધમાં પોતાનો ઉમેદવાર ઉભો કરવાનું કહ્યું હતું, કારણ કે કોઇપણ ક્ષેત્રીય પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા કરવા માંગતી નથી.