Rajya Sabha election dispute: HC notices against External Affairs Minister Jaishankar, Jugalji
  • Home
  • Ahmedabad
  • રાજ્યસભા ચૂંટણી વિવાદનું કોકડું ગૂંચવાયું, કોંગ્રેસે 2 ઉમેદવારો સામે 7 પિટિશન કરી, જાણો હવે શું?

રાજ્યસભા ચૂંટણી વિવાદનું કોકડું ગૂંચવાયું, કોંગ્રેસે 2 ઉમેદવારો સામે 7 પિટિશન કરી, જાણો હવે શું?

 | 8:30 am IST

વિદેશમંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ એસ.જયશંકર તથા જુગલજી ઠાકોરની જીતને પડકારતી તેમ જ ગુજરાતની રાજયસભાની અલગ અલગ ચૂંટણી સહિતની કુલ સાત ઇલેકશન પીટીશન હાઈકોર્ટમાં થઈ હતી, જેમાં સુનાવણી બાદ હાઇકોર્ટના જસ્ટિસ બેલાબેન ત્રિવેદીએ શુક્રવારે સાત પૈકીની ચાર પીટીશન રદબાતલ ઠરાવી છે. સાથે ત્રણ પીટીશનમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, જુગલજી ઠાકોર સહિત અન્યો સામે નોટીસ કાઢવાનો હુક્મ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી ૨૭મી સપ્ટેમ્બરે રખાઈ છે.

અરજદાર ગૌરવ પંડયાએ બે અરજી કરી હતી. એક વિદેશ પ્રધાન એસ. જયશંકર સામે અને બીજી જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારી હતી, જે પૈકી હાઇકોર્ટે બંને વિજેતા ઉમેદવારો સામેની અરજી રદ કરી માત્ર એસ. જયશંકરની જીતને પડકારતી અરજી દાખલ કરી છે. તે જ રીતે કોંગ્રેસના ચંદ્રિકાબેન ચુડાસમાએ પણ એસ. જયશંકર સામેની અરજી રદ કરીને માત્ર જુગલજી ઠાકોરની જીતને પડકારતી અરજીને દાખલ કરી છે.

વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની એસ. જયશંકર અને જુગલજી ઠાકોર સામેની અલગ અલગ પીટીશનો રદ કરીને બંનેની સામે એકસાથે કરેલી એક પીટીશન દાખલ કરી છે.   ગૌરવ પંડયાએ એક પીટીશન એસ. જયશંકર તેમ જ બીજી પીટીશન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારી હતી. તે જ રીતે ચંદ્રિકાબેન ચુડાસમાએ જુગલજી ઠાકોર અને બીજી પીટીશન જુગલજી ઠાકોર અને એસ. જયશંકર સામે કરી હતી.

આ તમામ અરજીઓ ટકી શકે કે કેમ તેવો પ્રશ્ન ઉપસ્થિત થતાં કોંગ્રેસ તરફથી સીનીયર એડવોકેટ બી.એમ. માંગુકીયાએ રજૂઆત કરી હતી કે, એસ. જયશંકરની જીતને પડકારતી બે પીટીશન સાંભળવાની હાઇકોર્ટને સત્તા છે. સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે ઇલેકશન પીટીશનમાં ઉપસ્થિત થતાં મુદ્દાઓ અંગે નિર્ણય કરવાની હાઇકોર્ટને વધારાની સત્તા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન