Rajya Sabha Member lough when RS Deputy Chairman Harivansh says...
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: આવતાની સાથે જ ઉપસભાપતિ બોલ્યા કંઈક એવું કે સાંસદો હસી પડ્યાં

Video: આવતાની સાથે જ ઉપસભાપતિ બોલ્યા કંઈક એવું કે સાંસદો હસી પડ્યાં

 | 9:23 pm IST

જનતાદળ યૂનાઈટેડ (જદયૂ)ના હરિવંશ નારાયણ સિંહને આજે રાજ્યસભામાં ઉપસભાપતિ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા. હરિવંશને રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધ (એનડીએ)એ પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતાં. ચૂંટાયા બાદ તેઓ પહેલીવાર પોતાના આશન પર પહોંચ્યા અને એક જ લાઈન બોલતા સંસદમાં હાસ્યની છોળો ઉછળી હતી. વાત એમ હતી કે જેવા તેઓ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ તેમને આશન ગ્રહણ કરવા માટે આમંત્રિત કર્યા. તેઓ આસન પર પહોંચ્યા અને પહોંચતા જ સદનના તમામ સભ્યોને હાથ જોડીને અભિવાદન કર્યું. ત્યાર બાદ તેમણે કહ્યું કે, સદનની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવે છે. આવતાની વેંત જ બોલવામાં આવેલી હરિવંશની આ લાઈન પર સંસદમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ખુદ વડાપ્રધાન મોદી પણ પોતાનું હાસ્ય રોકી શક્યા ન હતાં.