Rajya Sabha MP Amar Singh is no more, see details
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજ્યસભા સાંસદ અમરસિંહે દુનિયાને કહ્યું અલવિદા, છેલ્લા 6 મહિનાથી હતા બીમાર

રાજ્યસભા સાંસદ અમરસિંહે દુનિયાને કહ્યું અલવિદા, છેલ્લા 6 મહિનાથી હતા બીમાર

 | 4:51 pm IST

રાજ્યસભાના સાંસદ અમરસિંહનું નિધન થયું હોવાના સમાચાર આવ્યા છે. અમરસિંહ છેલ્લા 6 મહિનાથી બિમાર હતા. તેઓ સિંગાપોર ખાતે સારવાર લઈ રહ્યા હતા. માહિતી મુજબ અમરસિંહનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હતું. અમર સિંહ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા હતા.

આપને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટી(એસપી)ના પૂર્વ નેતા અમરસિંહનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. એક સમય ઉત્તરપ્રદેશનના કદાવર નેતાઓમાં શામેલ એવા અમરસિંહ સમાજવાદી પાર્ટીના પ્રમુખ રહેલા મુલાયમ સિંહના નજીકના વ્યક્તિઓમાંથી એક હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનથી માફી માંગી હતી.

અમરસિંહ હાલ ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ હતા. 5 જુલાઈ 2016ના રોજ તેઓ ઉચ્ચ સભ્ય પદ માટે ચૂંટાયા હતા. સમાજવાદી પાર્ટીથી અલગ થયા બાદ તેમની સક્રિયતા ઓછી થઈ હતી. જો કે, બીમાર થતા પહેલા ભારતીય જનતા પાર્ટી સાથે તેમની નિકટતા વધી હતી. તેમણે રાજનીતિક સફરની શરૂઆત 1996માં રાજ્યસભાના સભ્ય તરીકે કરી હતી.

અમિતાભના ખાસ મિત્રોમાંથી એક હતા અમરસિંહ:

વર્ષ 2002 અને 2008માં પણ રાજ્યસભાના સભ્ય રહ્યા. એસપી નેતા મુલાયલ સિંહ યાદવ સિવાય મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવાર સાથે પણ અમરસિંહના ખૂબ જ સારા સંબંધ હતા. પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં આ સંબંધોમાં અવરોધ ઉભો થયો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમર સિંહે એક વીડિયો જાહેર કરી અમિતાભ બચ્ચનથી માફી માંગી હતી.

દેશના ફિલ્મસ્ટારો, ઉદ્યોગપતિઓ અને કેન્દ્રમંત્રીઓ સાથે હતા સારા સંબંધ:

ભારતીય રાજકારણમાં અમરસિંહ એક એવું પાત્ર હતા કે તે કોઈપણ રાજકીય ખાંચામાં ફિટ બેસી શકતા હતા. અમરસિંહનું પીઆર વર્ક ભયંકર જબરજસ્ત હતું. તે ક્યારેક ઉદ્યોગપતિઓ સાથે ફરતા જોવા મળતા તો ક્યારેક ફિલ્મસ્ટારો અને અભિનેત્રીઓ સાથે પાર્ટીઓમાં ફોટા પડાવતા નજરે પડતા હતા. મુખ્યમંત્રી અને કેન્દ્રના મંત્રીઓ સાથે તેમની નિકટતા પણ જાણીતી હતી. એક જમાનો હતો કે, સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અમરસિંહ પીવડાવે એટલું જ પાણી પીતા હતા. આટલા જ ગાઢ સંબંધો દેશના અગ્રણી ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે પણ તેમના હતા.

અભિનેત્રી જયાપ્રદાને રાજનીતિમાં લાવવાનું શ્રેય:

સહારા ઈન્ડિયાવાળા સુબ્રતો રોય સાથે તેમની નિકટતા પણ સૌ કોઈ જાણતું હતું. રાજકારણમાં ફિલ્મ અભિનેત્રી જયાપ્રદાને લાવવાનું શ્રેય પણ તેમનાં નામે જાય. અભિનેત્રી બિપાસા બસુ સાથે પણ તેમની કથિત ટેલિફોન પરની વાતચીત ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો અને આ મુદ્દે અમરસિંહે કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા અને તેમની વાતચીત ટેપ કરનાર અને બનાવટી ભાગ ઉમેરનારની ધરપકડ પણ કરાવી હતી.

UPA સરકારને કરી હતી મદદ:

એક હરફનમૌલા જેવું વ્યક્તિત્વ ધરાવતા અમરસિંહ જેવી શખ્સિયતની રાજકારણમાં સંકટ સમયે દરેકને જરૂર પડતી હતી. કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર જ્યારે અમેરિકા સાથેના ન્યુક્લિયર એકોર્ડની સમજૂતી કરવા પર હતું ત્યારે ડાબેરી પાર્ટીઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો. આ સમયે યુપીએ ગવર્નમેન્ટનું અસ્તિત્વ ખતરામાં હતું. ત્યારે કોંગ્રેસની મદદે અમરસિંહ આવ્યા હતા. યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મીટિંગો કરીને અમરસિંહે સમાજવાદી પાર્ટીના 39 સભ્યોનો ટેકો યુપીએ સરકારને અપાવ્યો હતો અને ત્યારે અમરસિંહ યુપીએ સરકારના તારણહાર તરીકે બહાર આવ્યા હતા. આવા તો કંઈ કેટલાયે નામી-અનામી તડજોડના કિસ્સાઓ અમરસિંહનાં નામે બોલાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન