ગુરુ-ચંદ્ર રાજયોગથી આ રાશિના જાતકોની ચમકશે કિસ્મત - Sandesh
  • Home
  • Astrology
  • ગુરુ-ચંદ્ર રાજયોગથી આ રાશિના જાતકોની ચમકશે કિસ્મત

ગુરુ-ચંદ્ર રાજયોગથી આ રાશિના જાતકોની ચમકશે કિસ્મત

 | 2:36 pm IST

તુલા રાશિનો ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ બની રહ્યો છે. આ રાજયોગ દરમિયાન આઠ રાશિના જાતકો માટે બહુ શુભ હોય છે. ગજકેસરી યોગ એક રાજયોગ છે જેમાં પૈસા અને સફળતા મળે છે. મેષ, મિથુન, કન્યા, તુલા અને ધન રાશિના લોકોની આવકમાં વધારો થાઈ શકે છે. તો બીજી તરફ સિંહ, મકર અને કુંભ રાશિના લોકોની કિસ્મતના દ્વાર ખુલી જશે.

મેષ- આ રાશિના જાતકોને નસીબ સાથ આપશે. પૈસાની તંગી જલ્દીથી દૂર થશે. તેમજ નવી તકો તમને મળી શકશે. કેટલાંક લોકો તમારી પાસે વધારે અપેક્ષા રાખી શકે છે. તેમજ તમારા દરેક કામમાં તમને સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. ધન લાભ પણ થશે. તમારું દાંપત્યજીવન સારું રહેશે. તેમજ પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે.

મિથુન – મહત્વપૂર્ણ લોકોની સાથે તમારા સંબંધો સુધરશે. પરિવાર અને મિત્રોનો સહકાર મળી શકે છે. મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મળશે. વેપાર અથવા નોકરીમાં અટવાયેલા પૈસા પાછા મળશે.

સિંહ – વેપાર માટે પણ દિવસ સારો રહેશે. પરિવારની સાથે તમારા સંબંધો સારા બનશે. તેમજ કામમાં સફળતા મળશે. પૈસાની બાબતમાં ચર્ચા કરવી પડશે. તેમજ મિત્રોનો સહયોગ મળશે.

કન્યા – બિઝનેસની સારી એવી તક તમને આજે મળી શકે છે. આજે ધન લાભ થાય તેવી સંભાવના છે. લોકો તમારી પાસે મદદથી અપેક્ષા રાખશે. બિઝનેસ કરતા લોકો પોતાના વેપારમાં કંઈક અલગ કામ કરી શકશે.

તુલા- પરિવાર તરફથી પ્રેમ અને સહયોગ મળી શકે છે. ખાનગી કામ માટે પૈસાની વ્યવસ્થા થઈ શકશે. તમારી રાશિમાં ચંદ્ર હોવાથી સ્વાસ્થ્ય સંબંધિ સમસ્યાઓ દૂર થશે. તમારા બિઝનેસમાં ફાયદો થઈ શકે છે અને નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

ધન- કરિયરમાં આગળ વધવા માટે કરેલા પ્રયત્નો સફળ થશે. પ્રેમ સંબંધો સારા બનશે. પૈસાની બાબતમાં સારા સમાચાર સંભળવા મળી શકે છે. તેમજ સામાજીક પ્રતિષ્ઠા વધી શકે છે.

મકર – આ રાશિના જાતકોને કરિયરમાં સારી એવી તક મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને વેપારમાં ધન લાભનો યોગ બની રહ્યો છે. તમને નવા મિત્રો મળશે. તેમજ પરિવારના લોકોનો સાથ સહકાર મળશે.

કુંભ- પોતની મહેનતથી કરેલા કામમાં સફળતા મળશે. નવી જ્વાબદારીઓ પણ મળી શકે છે. તેમજ નોકરી અને વ્યવસાયમાં સફળતા મળશે. તેમજ જમીન સાથે જોડાયેલા કામમાં ફાયદો થવાની સંભાવનાં છે.