rakesh tikait sanyukt kisan morcha meeting lucknow maha panchayat farmers protest
  • Home
  • India
  • આજે આ મુદ્દાઓ પર સંયુક્ત કિસાન મોર્ચાની યોજાશે બેઠક, ટિકૈત રહેશે હાજર?

આજે આ મુદ્દાઓ પર સંયુક્ત કિસાન મોર્ચાની યોજાશે બેઠક, ટિકૈત રહેશે હાજર?

 | 1:17 pm IST
  • Share

  • આજે સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક

  • બેઠકમાં રાકેશ ટિકૈત નહીં રહે હાજર

  • ખેડૂત આંદોલન પૂરું કરવાને લઈને થશે ચર્ચા

 

આજે સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક યોજાવવાની છે. પરંતુ સાથે જ આ બેઠકમાં રાકેશ ટિકૈત હાજર નહીં રહે તેવી ચર્ચા પણ છે. રાકેશ ટિકૈત લખનઉમાં મહાપંચાયતમાં સામેલ થવા જઈ રહ્યા છે, જેના કારણે તેઓ ભાગ લઈ શકશે નહીં.

 

PM મોદીએ 3 કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે ત્યારે જ ખેડૂતોને પણ પોતાના ઘરે પરત ફરવાની અપીલ પણ કરી હતી. પીએમની અપીલ પર રાકેશ ટિકૈતે વિરોધ કર્યો હતો અને સાથે કહ્યું હતું કે સંયુક્ત કિસાન મોર્ચા નક્કી કરશે કે અમે ઘરે પરત જઈશું કે નહીં. સંયુક્ત કિસાન મોર્ચાની આજે એક બેઠક થઈ રહી છે જેમાં આંદોલનની દશા અને દિશા પર નિર્ણય લેવાનો રહેશે. દરેકની નજર આ બેઠક પર છે પણ તેમાં ખેડૂત આંદોલનની અધ્યક્ષતા નિભાવી રહેલા રાકેશ ટિકૈત સામેલ થઈ શકશે નહીં.

લખનઉની મહાપંચાયચમાં આયોજિત બેઠકમાં થશે સામેલ

રાકેશ ટિકૈત આજે લખનઉ મહાપંચાયતની બેઠકમાં સામેલ થવા માટે જઈ રહયા છે જેના કારણે તે આ બેઠકમાં સામેલ થશે નહીં. એસકેએમની આ બેઠકમાં તમામ સંગઠનના નેતાઓ હાજર રહેશે. આ સાથે તેઓએ કહ્યું કે 29 નવેમ્બર સુધી નક્કી કાર્યક્રમોમાં કોઈ ફેરફાર કરાશે નહીં.

 

રાકેશ ટિકૈતે કાયદો પરત લેવાતા કહ્યું…

ટિકૈતે કહ્યું કે સરકારે પહેલ કરી છે અને હવે આ પહેલને આવનારા પગલા સુધી લઈ જવાનું છે. તેના ઉપાયની સાથે બેસીને ફક્ત વાતચીતની મદદથી થઈ શકે છે. હવે વાતચીત થશે. સરકારની સાથે કયા મુદ્દા પર વાત થશે અને સાથે એમએસપીના મુદ્દાને પણ મુખ્ય ગણાવાશે. આ સિવાય પણ કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરાશે.
આ વાતનો પણ ટિકૈતે કર્યો છે ઉલ્લેખ

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે આ આંદોલનના સમયે ખેડૂતના વિરોધમાં કેસ છે તે પરત લેવામાં આવે અને તેને લઈને પણ વાત કરવામાં આવે. આંદોલનના સમયે જીવ ગુમાવનારા ખેડૂતોના પરિજનોને મદદ આપવામાં આવે. સાથે તેઓએ કહ્યું કે સરકાર હવે સમાધાનની દિશામાં છે. દિલ્હીમાં બેઠક થશે. સરકાર ઈચ્છે તો ખેડૂતોની વચ્ચે વાતચીત કરી શકે છે.

લખનઉ મહાપંચાયતનો આવો છે ઉદ્દેશ્ય

લખનઉમાં થનારી મહાપંચાયતને લઈને રાકેશ ટિકૈતે કહ્યું કે તેમાં અનેક મુદ્દાઓ પર વાત થશે. સૌથી મોટો મુદ્દો અહીં MSP છે. તેઓએ કહ્યું કે સરકાર અનેક કાયદા લાવી રહી છે. તેને લઈને પણ ચર્ચા થશે. ટિકૈતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે 29 નવેમ્બરે સંસદ માર્ચની જાહેરાત કરાઈ હતી. તેમાં કોઈ ફેરફાર કરાશે નહીં. ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બરે આંદોલનને 1 વર્ષ પૂરું થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો