"સની લિયોની ત્રણ બાળકોની માતા બની ગઇ અને હું એક ઉંદરને પણ પેદા ન કરી શકી" - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • “સની લિયોની ત્રણ બાળકોની માતા બની ગઇ અને હું એક ઉંદરને પણ પેદા ન કરી શકી”

“સની લિયોની ત્રણ બાળકોની માતા બની ગઇ અને હું એક ઉંદરને પણ પેદા ન કરી શકી”

 | 2:33 pm IST

બોલિવૂડ અભિનેત્રી સની લિયોની હવે ત્રણ બાળકોની માતા ચૂકી છે. સની અને તેનો પતિ ડેનિયલ વેબરે ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને આ અંગે જાણકારી આપી છે. જોકે આ વિશે ઘણા લોકોએ સનીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે કે જ્યારે તે ગર્ભવતી હતી જ નહી તો તે બે બાળકોની માતા કેવી રીતે બની ગઇ. સનીને ટ્રોલ કરવામાં ડ્રામા ક્વીન રાખી સાવંત પણ પાછળ નથી. રાખીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પહેલા તો સનીને ત્રણ બાળકોને માતા બનવા માટે શુભેચ્છા પાઠવી અને તેના બાદ એક પછી એક તેણે સવાલો કર્યા છે. રાખીએ પૂંછ્યુ સની તું ગર્ભવતી ક્યારે થઇ અને બાળકોનો જન્મ ક્યારે થયો.

રાખી સાવંતે કહ્યું,”હાય સની લિયોની, હું ખુબ જ ખુશ છું કે, તે જુડવા બાળકોને જન્મ આપ્યો છે, તમને શુભેચ્છા. યાર મને તો ખબર જડ ન પડી કે, તું ગર્ભવતી ક્યારે બની અને બાળકો ક્યારે પેદા કરી લીધા? ખુબ જ ચૂપચાપ રીતે તે આ બધુ કરી લીધુ. એક બાજુ લૈલા મેં લૈલા ગીતમાં કામ કરી લીધુ અને બાળકોને જન્મ પણ આપી દીધો. અચ્છા તો જ્યારે તું એલએ ગઇ હતી ત્યારે બાળકોને જન્મ આપ્યો? તે આ બાળકોને ભારતમાં જન્મ આપ્યો કે વિદેશમાં. ખેર કંઇ ખબર નથી પરંતુ તું જે કરી રહી છે તે ખુબ જ સારૂ છે કીપ રોકીંગ.”

રાખીએ એક બીજો વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમા તેણે કહ્યું છે કે,”હવે તો તારી પાસે ત્રણ બાળકો છે… તે લગ્ન પણ કરી લીધા છે અને હવે બાળકો પણ. યાર મેં તો અત્યાર સુધીમાં એક ઉંદર પણ પેદા નથી કરી શકી, કોઇને પકડવો પડશે હવે, હવે તો મારે પણ કંઇને કંઇ પેદા કરવું જ પડશે. “

રાખીએ આગળ કહ્યું છે,”યાર સની આજકાલ તો ડાન્સમાં, વાતોમાં અને દરેક વસ્તુમાં પ્રતિયોગિતા થઇ રહી છે. હવે તો બાળકો પેદા કરવામાં પણ પ્રતિયોગિતી શરૂ થઇ ગઇ છે, જેને દેખો તે… બાળકો પેદા કરી રહ્યું છે… હું પણ પાછળ નહી રહુ, હા… પરંતુ કોઇ મળવું તો જોઇએ બાળકો પેદા કરવા માટે… પરંતુ હું પહેલા લગ્ન કરીશ, લગ્ન વીના કોઇ બાળકો થોડીને પેદા કરી શકે. જોકે આજકાલ તો આ પણ ચાલી જશે. જોઇએ છે… હું શોધી રહી છું કોઇને.”

લોકોનાં આ પ્રકારનાં ટ્વીટનો જવાબ આપવા માટે સની લિયોનીએ એક ટ્વીટ કરી છે. સનીએ લખ્યું,”અહિંયા કોઇ શંકા ન રહે માટે બતાવવું જરૂરી છે કે, અશર અને નોઓ અમારા બાયોલોજીકલ બાળકો છે. અમે ત્રણ વર્ષ પહેલા સરોગેસીની પસંદગી કરી હતી. હવે અમારો પરિવાર પૂર્ણ થઇ ગયો છે.”