rakhi can cause skin infection, try this home remedies
  • Home
  • Fashion & Beauty
  • બહેને બાંધેલી રાખડીથી સ્કીન ઈન્ફેક્શન થાય તો, તરત કરો આ ઉપાય

બહેને બાંધેલી રાખડીથી સ્કીન ઈન્ફેક્શન થાય તો, તરત કરો આ ઉપાય

 | 3:21 pm IST

થોડા દિવસોમાં જ રક્ષાબંધનનો તહેવાર આવશે. જેમાં ભાઈના કાંડા પર રાખડી બાંધીને બહેન તેની સુખશાંતિની કામના કરે છે. પરંતુ અનેકવાર રાખડીને કારણે ભાઈઓને સ્કીન ઈન્ફેક્શન થાય છે. કેટલીક મહિલાઓ રૂપિયા બચાવવાના ચક્કરમાં સસ્તી રાખડી લઈ આવે છે. જેને કારણે ભાઈઓને સ્કીન એલર્જિ સંબંધિત સમસ્યાઓ થાય છે. આજે અમે તેનાથી બચવાના રસ્તાઓ બતાવીશું.

ટામેટું રગડવું
ત્વચામાં ખંજવાળ, નાની ફોલ્લીઓ કે એક્ઝિમાની ફરિયાદ આવે તો ટામેટું તમારું મદદ કરશે. ટામેટામાં વિટામિન સી અને એ હોય છે. તેમાં લાઈકોપીન ભરપૂર માત્રામાં હોય છે. જે પિંપલ્સને દૂર કરવામાં અસરકારક ઉપાય છે. જો તમને આવી ફરિયાદ વારંવાર થતી હોય તો કાંડા પર ટામેટું પહેલા રગડી લેશો, તો તમે એલર્જિનો શિકાર નહિ બનો.

નારિયેળનું તેલ
નારિયેળનું તેલ એન્ટી-બેક્ટેરીયલ હોવાને કારણે તે ખરાબ ત્વચાને સાફ કરીને કાઢી નાખે છે. તેથી એલર્જિ થાય તો નારિયેળના તેલને હળવુ ગરમ કરીને રાત્રે ઊંઘતા પહેલા તમારી ત્વચા પર લગાવો. તેને રાતભર રહેવા દો.

ખૂબ પાણી પીઓ
સ્કીન એલર્જિથી બચવા પાણી સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય છે. પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી શરીરની બધી જ ગંદકી યુરિનના વાટે બહાર નીકળી જાય છે. હજી રક્ષાબંધન આવવાને થોડી વાર છે, તેથી જ તમને રાખડીથી સ્કીનનો પ્રોબ્લમ થતો હોય તો હમણાથી જ પાણી પીવાનું શરૂ કરી દો.

ઓલિવ ઓઈલ
ઓલિવ ઓઈલમાં પોરિફિનોલ્સ એન્ટી-ઓક્સિડન્ટ હોય છે, જે ફ્રી રેડિકલ્સને કોષિકાઓથી સમાપ્ત થતા દૂર કરે છે. સ્કીન એલર્જિ પર ઓલિવ ઓઈલ લગાવવાથી તરત આરામ મળે છે. ખાસ કરીને એલર્જિમાં થતી ખંજવાળ.

લીમડાના પાન
લીમડો એન્ટી-બેક્ટેરીયલ હોવાને કારણે ત્વચા સંબંધિત કોઈ પણ બીમારીને દૂર કરવામાં મદદરૂપ થાય છે. એલર્જિને દૂર કરવા માટે લીમડાના પાનને 6-8 કલાક પાણીમાં પલાળીને પીસી લો. તેને ત્વચા પર લગાવીને 30 મિનીટ સુધી રહેવા દો અને બાદમાં ધોઈ લો.