rakhi sawant husband shouted at her in bigg boss house said you are one i am 100
  • Home
  • Entertainment
  • Bigg Boss 15માં રાખી સાવંતના પતિએ જ લીધો તેનો ક્લાસ, કહ્યું…

Bigg Boss 15માં રાખી સાવંતના પતિએ જ લીધો તેનો ક્લાસ, કહ્યું…

 | 2:13 pm IST
  • Share

  • Bigg Boss 15માં રાખીના પતિએ લીધો તેનો ક્લાસ

  • તું 1 છે તો હું 100 છું: રિતેશ

  • રશ્મિ, દેબોલીના, રિતેશ અને રાખીની વાઈલ્ડ કાર્ડ પર એન્ટ્રી

 

બિગ બોસ 15ના ઘરમાં રાખી સાવંતે ફરી એક વાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાખીએ ઘરે આવતા જ ઘરમાં એન્ટરટેનમેન્ટનો ડોઝ શરૂ કર્યો છે. પરંતુ આ વખતે રાખી એકલી નથી પણ ડબલ સીટ સવારી આવી છે. હા, રાખીના 2 વર્ષથી છૂપાયેલા પતિ રિતેશે બિગ બોસ સીઝન 15માં દુનિયાની સામે પોતાનો ચહેરો બતાવ્યો છે. પણ લાગે છે કે ગેમમાં શાતિર મગજ અને સ્ટ્રેટેજીના કેસમાં રાખીના પતિ રિતેશ એક્ટિવ સાબિત થઈ રહ્યા છે. એટલું જ નહીં રિતેશે તો બિગ બોસના ઘરમાં ત્રીજા જ દિવસે રાખી સાવંતને સમજાવી દીધું કે તેની સમજ ગેમમાં રાખીથી વધારે છે.

 

આ 4 સભ્યો વાઈલ્ડ કાર્ડ પર આવ્યા છે પરત

રશ્મિ દેસાઈ, દેબોલીના, રાખી સાવંત અને તેના પતિ રિતેશ ચારેય આ શોમાં વાઈલ્ડ કાર્ડ વીઆઈપી સભ્ય બનીને આવ્યા છે. એવામાં આ ચારેય વાઈલ્ડ કાર્ડ પોતાના પોતાના ફેવરિટ સભ્યની વાત કરી રહ્યા હતા. દેબોલીનાના પૂછતાં જ રિતેશે પ્રતિકને પોતાના ફેવરિટ અને કરણને સૌથી ખોટું ગણાવ્યું છે. આ માટે રાખી એકલામાં પોતાના પતિ રિતેશને બોલાવીને આ વાત પર સમજાવતી જોવા મળી છે. તેઓએ તેને પોતાના મનની વાત કેમ કરી તેઓએ આવું કરવું જોઈતું ન હતું.

 

 

રાખીની વાતથી પતિ રિતેશ થયા નારાજ

રાખીની વાત સાંભળતા જ રિતેશ પહેલા તો સમજવાની વાત કરી રહ્યા હતા અને સાથે ફરી રાખીને ઠપકો આપતા પણ જોવા મળી રહ્યા છે. તેઓ રાખીને કહે છે કે તું એક છે તો હું 100 છું. હું જાણું છું કે મેં આવું શા માટે કીધું, એટલું નહીં, એપિસોડમાં એક જગ્યાએ રાખી પોતાની લડાઈમાં પતિ પાસે સપોર્ટ માંગતા જોવા મળી તો રિતેશે સ્પષ્ટ કહ્યું કે તે ખોટાનો સાથ નહીં આપી શકે. રાખી સાવંત ભલે આ શોમાં ત્રીજી વખત આવી હોય પરંતુ તેને લાગે છે કે આ વખતે તેઓએ બાકી લોકોની સાથે તેના પતિએ પણ તેના માટે મુશ્કેલી સર્જી છે.
હાલના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો ઘરમાં પાંચમાં વાઈલ્ડ કાર્ડ સભ્ય અભિજિતની એન્ટ્રી થઈ ચૂકી છે. અભિજિત બિગ બોસ મરાઠીમાં જોવા મળી ચૂક્યા છે અને આવનારા દેશમાં પીએમ બનવાની ઈચ્છા દેખાડતા પણ જોવા મળ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો