rakhi sawant shared videos on instagram singing bollywood song
  • Home
  • Entertainment
  • Bollywood
  • શરમ નેવે મુકીને લગ્ન બાદ આ અભિનેત્રીએ એક સાથે 5 ટોપલેસ વીડિયો અપલોડ કરી દીધા

શરમ નેવે મુકીને લગ્ન બાદ આ અભિનેત્રીએ એક સાથે 5 ટોપલેસ વીડિયો અપલોડ કરી દીધા

 | 10:11 am IST

બોલિવૂડની ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. રાખીના લગ્ન થયા છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર પોતાના પતિ સાથે કંઈક ને કંઈક શેર કરતી રહે છે. જોવા જેવી વાત એ છે કે તેણે હજુ સુધી કોઈને પોતાના પતિનો ચહેરો નથી બતાવ્યો. પરંતુ ઘણી વાર તેમના વિશે વાત કરતી જોવા મળે છે. તાજેતરમાં જ રાખીએ સોશિયલ મીડિયા પર એક નહીં પણ પાંચ ટિક ટોક વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં રાખી ટોપલેસ જોવા મળી રહી છે.

રાખી સાવંતે આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં તે બોલિવૂડના ટોપલેસ ગીતો પર એક્ટિંગ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તેણે પોતાને કોઈ ધાબળાથી ઢાંકી રાખી છે.

જ્યારે દરેક વ્યક્તિ રાખીને પૂછે છે કે શું તે તેના પતિ માટે આ ગીતો ગાઇ રહી છે? જોકે, રાખીએ આમાં ન તો તેના પતિનું નામ લીધું છે કે કેપ્શનમાં પણ કંઇ લખ્યું નથી. લોકો રાખીના પતિ વિશે જાણવા માટે એટલા ઉત્સુક છે કે તેના દરેક વીડિયો અને તસવીરમાં કેટલાક લોકો તો આવા જ સવાલો પૂછતા હોય છે.

આ પહેલીવાર નથી કે જ્યારે રાખીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવું કારનામું કર્યું હોય. આ પહેલા પણ રાખીએ અનેક પ્રસંગોએ તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી જોવા મળી છે.

થોડા સમય પહેલા જ તેમના ગીત ‘ચપ્પન ચુરી’ના લોન્ચિંગ સમયે રાખી સાવંતની ટ્રાન્સપરન્ટ ડ્રેસ જબરદસ્ત ચર્ચામાં આવી હતી.  તે જ સમયે, આ ડ્રેસને કારણે રાખીને ટ્રોલ પણ કરવામાં આવી હતી. બાદમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને સ્પષ્ટતા પણ આપી હતી.

આ વીડિયો પણ જુઓ: રાજ્યમાં ‘મહા’ વાવાઝોડની અસરને લઈ આ વિસ્તારોમાં વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન