સ્વીમ સ્યૂટ પહેરેલી રાખી સાવંતને ટ્રોલરોએ કરી અશ્લીલ કોમેન્ટ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સ્વીમ સ્યૂટ પહેરેલી રાખી સાવંતને ટ્રોલરોએ કરી અશ્લીલ કોમેન્ટ

સ્વીમ સ્યૂટ પહેરેલી રાખી સાવંતને ટ્રોલરોએ કરી અશ્લીલ કોમેન્ટ

 | 7:26 pm IST

બોલ્ડ અને બિન્દાસ નિવેદનો માટે જાણીતી અભિનેત્રી રાખી સાવંત અત્યારે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને નિવેદનોને પગલે ચર્ચામાં આવી ગઇ છે. વર્ષ 2018ની શરૂઆતમાં જ રાખી સોશિયલ મીડિયા પર પોતાની સ્વીમ સ્યૂટ તસવીરને પગલે ભયાનક રીતે ટ્રોલ થઇ છે. તેને સોશિયલ ટ્રોલરો અને અટકચાળા કરનારાઓએ દરિયાઇ ઘોડાનું નામ આપ્યું છે.

રાખીએ પોતાની આ તસવીરમાં ફલોવર પ્રિન્ટ અને બ્લેક રંગનો સ્વીમ સ્યૂટ પહેર્યો છે જેને પગલે તેને ખૂબ જ ખરાબ અને ગંદી કમેન્ટ અને ટિપ્પણ મળી રહી છે. નવા વર્ષે પોતાની બોલ્ડ ફોટો મૂકવાના ચક્કરમાં રાખી પર માત્ર છ કલાકમાં ટીકાઓનો ભારે વરસાદ થયો હતો.

કેટલાક નવરી બજારોએ તો રાખીને સૂચનો પણ આપ્યાં હતાં અને કેટલાકે લખ્યું હતું કે એવું જણાય છે કે દરિયાઇ ઘોડો આરામ ફરમાવવા માટે પાણીમાંથી બહાર આવ્યો છે. અન્ય એકે લખ્યું હતું કે બાકી બધું તો ઠીક છે પણ સ્વીમ સ્યૂટ કંઇક વધારે જ ટાઇટ થઇ ગયો છે. અન્ય એકે તો તેને ઊલ્ટી કરવાનું મન થાય છે એમ જણાવ્યું હતું.