Rakhi Sawant's husband is seen in Bigg Boss 15
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાખી સાવંતના પતિની ઝલક જોવા મળી Bigg Boss 15માં

રાખી સાવંતના પતિની ઝલક જોવા મળી Bigg Boss 15માં

 | 10:45 pm IST
  • Share

  • લાઇમલાઈટથી દૂર રહે છે રાખીનો પતિ
  • પ્રોમોમાં જોવા મળી રાખીના પતિ રિતેશની ઝલક
  • આખરે સામે આવ્યો રાખીના પતિનો ચહેરો

રાખી સાવંત બિગ બોસ 15ના ઘરમાં તેના પતિ રિતેશ સાથે આવવાની છે. 2019માં લગ્ન થયા ત્યારથી આજ સુધી રાખી સાથે લગ્ન કરનારો રિતેશ આખરે કોણ છે તે આજ સુધી જાણવા મળ્યું નથી. તેનો ચહેરો પણ કોઈએ જોયો નથી. બિગ બોસ 15ના મેકર્સે પ્રોમો શેર કર્યો છે, જેમાં રિતેશની ઝલક જોવા મળી રહી છે.

આખરે રાખીનો પતિ આવ્યો સામે

વીડિયોની શરૂઆત બિગ બોસ 14 દરમિયાનની ક્લિપથી થાય છે, જેમા મીડિયા કોન્ફરન્સ દરમિયાન એક મીડિયાકર્મી રાખી સાવંતને તેના પતિ વિશે પૂછતી જોવા મળી રહી છે. આ વાતથી તે થોડી ઉદાસ થઈ જાય છે અને રડતા-રડતા તેનો પતિ ક્યારેય સામે આવે તેવી ઈચ્છા વ્યક્ત કરે છે. બાદમાં તે બધાને કહે છે કે, રાહ હવે ખતમ થઈ ગઈ છે અને તે બિગ બોસ 15ના ઘરમાં રિતેશ સાથે એન્ટ્રી લેવાનો છે.

Bigg Boss 15માં રિતેશની જોવા મળી ઝલક

પ્રોમોમાં રાખી સાવંત રિતેશને પૂછે છે કે, શું તે તેની સાથે ઘરમાં જશે? જેના જવાબમાં રિતેશ કહે છે ‘જરૂર’. જો કે વીડિયોમાં રિતેશનો ચહેરો જોવા મળી રહ્યો નથી. તે બ્લેક કલરના સૂટમાં રાખી તરફ મોં રાખીને ખુરશીમાં બેઠેલો છે.

પ્રોમોમાં જોવા મળ્યો રિતેશનો ચહેરો

રાખી સાવંત બિગ બોસ 14ના ઘરમાં પણ ગઈ હતી અને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું હતું. તે આ દરમિયાન રુબીના દિલૈકના પતિ અભિનવ શુક્લ સાથે ફ્લર્ટિંગ કરતા ચર્ચામાં રહી હતી, તો ઘણીવાર પતિ સાથેના સંબંધ વિશે વાત કરતી પણ દેખાઈ હતી. શોમાં તેણે રિતેશ, તેના લગ્નજીવનની મુશ્કેલીઓ તેમજ બાળકો વિશે વાત કરી હતી. કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે, તેણે લગ્ન કર્યા નથી અને આ બધું પબ્લિસિટી માટે કરી રહી છે. હવે પ્રોમોમાં પણ જે રિતેશને દેખાડવામાં આવ્યો છે તે સાચેમાં તે જ છે કે બીજું કોઈ તેની જાણ બંનેની એન્ટ્રી બાદ જ થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો